________________
૪૦૦
ઉપદેશામૃત સત્સંગે સમાગમે વાણી સાંભળવામાં આવે છે તેથી હિત થાય છે. સત્સંગમાં આવી કંઈ લઈ જવું જોઈએ. શું ? કર્તવ્ય શું છે ? ભક્તિ. ભક્તિ જેવું કોઈ સાધન નથી. એ બહુ મોટી શ્રેષ્ઠ વસ્તુ છે.
મુમુક્ષ-ભક્તિ યે ઘણા કરે છે. તો ભક્તિ કઈ કરવી ?
પ્રભુશ્રી–હૃદયમાં ટેક રાખવો. વીસ દુહા ભક્તિના એકાંતમાં બેસી આખા દિવસમાં એક વાર પણ બોલવા. આ મંત્ર છે, જાપ છે. સાપનું ઝેર જેમ મંત્રથી ઊતરે છે તેમ આ જીવને ભક્તિથી કર્મનું ઝેર ઊતરે છે. “હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ.” લઘુત્વ, ગરીબાઈ, ગુરુવચન એ ક્યાંથી હોય !
આત્માનો નાશ નથી. આત્મા છે. કેવો છે ? જ્ઞાનીએ દીઠો છે તેવો. કેવો દીઠો છે ? જ્ઞાન-દર્શનમય, જ્ઞાનીએ કહ્યો તેવો. તે માટે માન્ય છે. “સદ્ધી પરમ દુહા—“વીતરાગનો કહેલો પરમશાંતરસમય ઘર્મ પૂર્ણ સત્ય છે.”
ઉપયોગ એ ઘર્મ છે. વાત કોઈ અજબગજબ છે ! વાત જ્ઞાનીની કહેલી છે. મીઠી વીરડીનું પાણી છે.
સબસે ઊંચી બાત, દો નૈનનકે બીચમેં;
કલી ગુરુકે હાથ, ભેદ ન પાવે વેદમેં.” કર્યા વગર નહીં થાય. આખરે મૂકવું પડશે. વાત અજબગજબ છે ! “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.”
જગત આત્મારૂપ જોવામાં આવે.” આ અજબગજબ વચન પકડાતું નથી. “પાવે નહિ ગુરુગમ વિના.” ગુરુગમ જોઈશે. ભેદી મળવો જોઈશે જ. મોટું જહાજ હોય, એની સાથે આંકડો ભરાવી દે છે તો નાવડાં બઘાં જોડે તણાયાં જાય છે. આવો રસ્તો છે. ખૂબી છે ! વાત જ્યમત્યમ નથી. આ અવસરે વસ્તુ લેવા જેવી છે. વાર કેટલી છે ? તમારી વારે વાર છે. કોઈને શ્રવણ થયા વિના કામ થવાનું નથી. શ્રવણ કરશે ત્યારે જાણશે.
“જો મે તો ગપ્પા, વંસળવવો |
सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥' મોટા પુરુષો કહી ગયા છે બધું. પણ શ્રદ્ધા, પ્રતીત નથી. ભણ્યો પણ ગણ્યો નહીં. સમજ્યો તેનું કામ થશે. સમજ્ય છૂટકો છે.
“સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્ય જિનસ્વરૂપ.” ઘન્યભાગ્ય આપણાં કે આવો જોગ મળ્યો છે. મૈત્રીભાવ, પ્રમોદભાવ, કરુણાભાવ, માધ્યસ્થભાવ એ ચાર આપણે ન છોડવાં. આ ભાવનાથી કામ થઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org