________________
ઉપદેશસંગ્રહ-૩
૩૯૯ લાગે છે. જેને જેવો સંગ રંગ તેવો બેસે. સત્સંગ જોઈએ. બોઘની ખામી છે. મનુષ્યભવ પામીને કરવાનું શું છે ?
વળે નાણે વિUTIછે, પવરવાળે સંયમે.” શ્રવણ સત્સંગમાં મળે છે. સત્સંગથી કર્મક્ષય થઈ મોક્ષ થાય. “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?'
મુંડા મૂંડાવ્યાં, સાઘુ થયાં, જપ તપ કર્યા, તેનાં ફળ મળ્યાં. ક્રિયા કંઈ વાંઝણી નથી. મનુષ્યભવ અલેખામાં જાય છે, પશુવતું જાય છે. શ્રવણ કરવાથી વિજ્ઞાનપણું આવે. પછી ભાવના થાય. ભાવ આવ્યા પછી કરવા મંડે. જપ, તપ એમાં આવી જાય. કર્મ ક્ષય થઈ સિદ્ધિ થાય.
આવી વસ્તુ સત્સંગમાં રહી છે. સત્સંગમાં કોઈ અપૂર્વ વાત હોય છે ! ગાડરિયા પ્રવાહે, રૂઢિ માર્ગે ઘર્મ કહેવાય છે એવો ઘર્મ ન હોય. સમ્યગ્રજ્ઞાન, દર્શન, ચારિત્ર એ જ આત્માનો ઘર્મ છે. એ આત્માની વાત સત્સંગમાં હોય છે.
બજારમાં વસ્તુ બધી ભરી હોય છે. ત્યાં પોતાને જરૂર હોય તે વસ્તુ લે છે. તેમ આ મનુષ્યભવ પામીને તારું શું છે? તે જાણ્યું નથી. પહેલું તે જાણીને પછી તે પ્રાપ્ત કરવા યોગ્ય છે.
સમાં જોયમ મા પમાઈ' ક્ષણે ક્ષણે આયુષ્ય ઓછું થાય છે. અહીં કોઈ બેસી રહેવાના છે? બઘાને ચાલ્યા જવાનું છે. ડાહ્યા પુરુષો હંસની માફક દૂઘ દૂઘ ગ્રહણ કરે છે, પાણી છોડી દે છે. વાણિયો છે, બ્રાહ્મણ છે, નાનો છે, મોટો છે એમ જોવું નહીં. વાત બઘાની શ્રવણ કરવી; પણ આત્માના હિતની હોય તો ગ્રહણ કરવી.
‘ભરત, ચેત, કાળ ઝપાટા દેત !” એનું ફળ અરીસાભવનમાં કેવળજ્ઞાન થયું છે. કોણ કામ કરશે ? ભાવ–
ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.” પૈસાટકા કોને કામ આવે તેમ છે ? ભાવ અને પરિણામે, બે તમારી પાસે છે. આશા, વાસના, તૃષ્ણા તો માયા છે. મૂકીને આવ્યો છે, મૂકીને જવાનું છે. સાડા ત્રણ હાથ જમીનમાં બાળી મૂકશે. ત્યારે કરવા જેવું શું છે ? એક સત્સંગ. એમાં આત્માની વાત છે. બધી સંભાળ લીધી છે, જે લેવાની છે તે રહી જાય છે–એ સારું ? સત્સંગથી જ તેની સંભાળ લેવાશે. તેમાં ખોટી થા. ત્યાં પાપ સંક્રમી પુણ્ય સહેજે થાય છે, વૃત્તિ રોકાય છે. વૃત્તિ રોકવી છે. જો જીવ ભાવના કરશે તો તેનું ફળ મીઠું આવશે. જીવને ભાન નથી. આવો અવસર ચૂકવા જેવો નથી, ચેતવા જેવું છે.
ક્રોઘ, માન, માયા, લોભ એ આપણો આત્મા નહીં. પાંચ ઇંદ્રિયો એ આપણાં નહીં. એ બંઘન કરાવનારાં છે. માટે તેનો ત્યાગ ઉપદેશ્યો છે. વિષય કષાય મૂકવા જોઈશે. “ઓ હો ! આ તો જાણું છું, મેં સાંભળ્યું છે,” એમ ન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org