________________
૩૯૮
ઉપદેશામૃત
ઘણા જગતમાં ફરે છે. તેમને શું યથાર્થ બ્રહ્મચર્યવ્રત છે ? તે તો જે મહાભાગ્ય હોય તે જ જ્ઞાની પાસેથી તે વ્રત પામે છે. જ્ઞાનીનાં વચન પ્રમાણે માન્યતા કરે કે આ હું નહીં, હું તો આ સર્વને જાણનાર, જોનાર, એવો આત્મા છું–સદ્ગુરુએ યથાર્થ જાણ્યો છે તેવો આત્મા હું છું. તે આત્મા અર્થે વ્રત પાળું છું. જગતમાં સારો, મોટો કહેવરાવવા કે પૂજા-સત્કાર પામવા કંઈ વ્રત પાળવાં નથી. મારા આત્માના હિત માટે, આત્માર્થે કરવાં છે.
ભોગ ભોગવવા, વિષયોમાં રાચવું એ ઝેર છે, કાળકૂટ ઝેર છે. ‘મેં ખાધું, મેં પીછું; મેં ભોગ ભોગવ્યા !’–એ શું સાચું છે ? એ તો બંધન છે. એ બધું ત્યાગવાનું છે. મારું છે તે જ (આત્મસ્વરૂપ) મારું છે. બીજું મારું નથી. ઝેરનો વાટકો પીવો, કટારી મારીને મરી જવું; પણ વ્રતનો ભંગ ન કરવો.
નીરખીને નવયૌવના,લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન’’
નારી કાષ્ઠની પૂતળી સમાન ગણવી. બધાં પૂતળાં જ છે. આત્મા જુદો છે. એક વિષયને જીતતાં બધો સંસાર જીત્યો. મરણિયા થઈ જવાનું છે. ‘એક મરણિયો સોને ભારે.'
જ્ઞાન એ આત્મા છે; ઘ્યાન એ આત્મા છે. વિષયથી જ્ઞાન અને ધ્યાનનો નાશ થાય છે. એક વાડથી જેમ ખેતરનું રક્ષણ થાય છે તેમ આ બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષનું નવ મહાવાડથી રક્ષણ થાય છે. બઘી વાડ સાચવવી. મન, વચન, કાયાથી બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષને સેવે છે તેનો સંસાર શીઘ્ર નાશ પામે છે. પાત્ર થવા માટે બ્રહ્મચર્યને બુદ્ધિમાનો નિરંતર સેવે છે.
પત્રાંક ૫૬૯ નું વાંચન :–
“સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.”
તા.૨૯-૨-૩૬
બઘી સંભાળ લીધી છે, એક આત્માને જાણ્યો નથી. હવે આ જીવને મનુષ્યભવ પામીને દુર્લભમાં દુર્લભ જોગ મળ્યો છે. તેમાં કર્તવ્ય એક આ છે, આત્મજ્ઞાન. ખરું આ કરવાનું છે.
વાસના, પૈસાટકા, સામગ્રી માયાની મેળવી હોય તે આ જીવને આત્મહિતમાં કામ નથી આવતી. એ મૂર્છા છે. એથી બંઘન થાય છે. મનુષ્યભવ પામીને ચેતવાનું છે. શું ? તો કે આતમભાવના. બીજી ભાવના થઈ પણ એ ભાવના નથી થઈ. ‘પંખીના મેળા,' ‘વનવનની લાકડી.' લીધો કે લેશે, મહેમાન છો. બધું અહીં પડ્યું રહેશે. સોય સરખી પણ સાથે જશે નહીં. સાથે જાય એવું શું છે તેનો ડાહ્યા પુરુષે વિચાર કરવો.
Jain Education International
‘સમયં ગોયમ મા પમાણ્.' એ વીતરાગનું વચન છે. દુર્લભમાં દુર્લભ આ મનુષ્યભવનો જોગ છે. આ અવસર મળ્યો છે. તેમાં સૌથી મોટી વાત, સૌથી બળવાન અમને તો સત્સંગ
For Private & Personal Use Only
www.jainelibrary.org