________________
ઉપદેશસંગ્રહ-૩
૩૯૭ હવે તારા હાથમાં છે, તારી વારે વાર છે. ચેત, ચેત ભરત, ચેત. બોઘ શ્રવણ કર્યો નથી–કર્યો હોય તો પણ તુંબડીમાં કાંકરા ! બાહ્યને માની બેઠો છે. આ તો ફલાણા ભાઈ બેઠા છે, એ ભુલવણી છે. એ જોવાનું નથી. પડદો ખસ્યો નથી, ત્યાં શું ભાળે ? પડદો ખમ્યો હોય તો બીજું દેખાય. આ બધામાં આત્મા નથી ? શું આત્મા જ નથી ? છે, છે. તો કોને માનવો છે ? હવે કોને ગણવો છે ? કોને ઓળખવો છે ? પંચાત કોની છે હવે ? ખાવું પીવું, બેસવું ઊઠવું એ નોય આત્મા. માર્ગ શું છે ? ત્યાગ. ઉઘાડી તરવાર, બૈરાં છોકરાં, ઘન, હાથપગબધું ત્યાગ. ત્યારે રહ્યું શું ? બધું મૂકતાં બાકી રહ્યું શું ? જે ન મુકાય એવું પોતાનું સ્વરૂપ તે સમજાણું નથી.
તા.૮-ર-૩૬ આત્માને ઓળખવો છે. આત્મા જોવાની દ્રષ્ટિ કરવી છે. જ્ઞાની ઠામ ઠામ આત્મા જુએ છે. જ્ઞાની પાસે જ દિવ્યચક્ષુ છે. બીજા બઘા સંસારી જીવો ચર્મચક્ષુથી જુએ છે અને તેથી કર્મબંઘન કરી રહ્યા છે. જ્ઞાનીને તેથી જ બધું સવળું છે. જ્ઞાનીના ગમ્મા અને જ્યમ નાખો તેમ સમ્મા. જ્ઞાની ગમે તેમ વર્તે છે છતાં બંઘાતા નથી. તેમનું વર્તન માત્ર સવળું જ થાય છે. અજ્ઞાનીનું બધું વર્તન અવળું જ છે.
ત્યારે આત્મા જોવાય શી રીતે ? તે માટે શું કરવું ? સત્સંગમાં બોઘ શ્રવણ કર્યો છતાં વિચાર કર્યો નહીં. વાતે વડાં થાય નહીં. કરવું પડશે. તમારી વારે વાર છે. ત્યારે હવે કરવાનું શું છે ?
આટલા બઘા બેઠા છે, પણ કોઈએ એકાંતમાં બેસીને નક્કી કર્યું છે ? શ્રદ્ધા કરી છે ? શ્રદ્ધાવાળો ઘનવંત છે. તેનું કામ થશે. એક શ્રદ્ધા દ્રઢ કરી હોય તો બધું સવળું થઈ જાય. આત્માના સ્વરૂપની શ્રદ્ધા થઈ ગઈ હોય તો તેનું બધું જ સવળું થઈ જાય છે.
તા.૨૦-ર-૩૬ નાનો, મોટો સર્વ આત્મા છે. ઠામઠામ એક આત્મા જ જોવો. અંજન થવું જોઈએ. પણ કોણ સાંભળે છે ? કોણ લક્ષ લે છે ? કોને કહીએ ?
તા.૨૮-૨-૩૬ સત્ અને શીલ એ મુખ્ય છે. સતું એટલે આત્મા છે. શીલ એટલે બ્રહ્મચર્ય છે. “અમે વ્રત લીધું છે. બ્રહ્મચર્ય પાળીએ છીએ.” એ શું સાચું છે ? બ્રહ્મચર્ય વ્રતવાળા તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org