________________
ઉપદેશસંગ્રહ-૩
૪૦૩ 'आणाए धम्मो आणाए तवो ।' સદ્ગુરુનાં વચનો–પરમકૃપાળુદેવનાં વચનામૃતો તે જ આઘાર છે. તે જ વાંચવાં, વિચારવા અને હૃદયમાં ઉતારી દેવાં. આત્મા થઈને આત્મા બોલ્યો, આરાધ્યો તો બસ. કહેવું કોને ? અધિકારીને કહેવાય. તમે દૃષ્ટિવાળા છો તે માનશો, માન્ય થશે. એક પરમકૃપાળુદેવની જ શ્રદ્ધા પકડ કરી લેવી, તે જ એક કર્તવ્ય છે. એ ભૂલશો નહીં. તે જ પકડ કરી લેવાની, ડાહ્યા થયા વગર. “હું કંઈ જ જાણું નહીં, હું કંઈ જ ન સમજું; એણે કહ્યું તે સાચું.” એમ પકડ કરી લો. આ આવે અને પરિણમી જાય તો થાય. બસ એ જ. પરમકૃપાળુદેવની શ્રદ્ધાની પકડ કરી લો. બીજું માનશો નહીં. બીજું તો પર છે, કર્મ છે, પર્યાય છે, આત્મા નથી. બધું મુકાશે, આ છોડશો નહીં. તમે બઘા એકત્ર થઈ પરમકૃપાળુદેવનાં વચનામૃતો વાંચો, વિચારો તે સત્સંગ છે. તે જ કર્તવ્ય છે.
તા.૧૦-૪-૩૬ જાગૃતિ છે. એક, બોલાય કે ન બોલાય તોય શું ? પુગલ-કર્મ છે. પાવર સંજોગને લઈને ફર્યો છે. તેનું કંઈ નહીં. બાકી બીજી બધી જાગૃતિ છે. કંઈ ફિકર નથી.
ચૈત્ર વદ ૫, રવિ, સં. ૧૯૯૨, તા.૧૨-૪-૩૬ મુખ્ય માર્ગ છે ભક્તિ. જે કરશે એ ઊગી નીકળશે. કર્તવ્ય છે. ભક્તિનું ફળ મળશે. પોતાનું કર્તવ્ય છે; આખર બીજાનું કામ નથી. ઓળખાણ જ્ઞાની પુરુષની યથાતથ્ય તે માન્ય; મારી કલ્પના ખોટી. મારે તો શ્રી સદ્ગુરુ કૃપાળુદેવે આત્મા યથાતથ્ય જાણ્યો છે તે માન્ય છે. તેમણે આત્મા જાણ્યો છે, તે કોઈની કૃપાદ્રષ્ટિ થઈ તેણે જણાવ્યો, તે જાણ્યો તો યથાતથ્ય છે. તે વગર બીજું છે નહીં. મૂળ વાત–વસ્તુ આત્મા, ભાવના જેમ બને તેમ રાગ દ્વેષ કર્તવ્ય નથી. જીવ બઘા રૂડા છે. પુદ્ગલ છે તે આત્મા ન હોય. આત્મા જ આત્મા છે. જ્ઞાનીએ જ આત્મા જાણ્યો છે. જ્ઞાની વગર કોઈ કહેશે કે જામ્યો છે તે મિથ્યા છે. યાદ રાખવા લાયક છે. એક ભક્તિ માત્ર કર્તવ્ય છે. મનુષ્યભવ દુર્લભ છે.
આતમજ્ઞાની હોય તે આત્મા જણાવે. પકડવા લાયક છે. એક વિશ્વાસ, પ્રતીતિ; અવશ્ય ત્યાં કલ્યાણ. ડાહ્યા ન થવું. વિસ ભક્તિના દુહા મહામંત્ર છે, યમનિયમ સંયમ, ક્ષમાપનાનો પાઠ–ત્રણ વસ્તુ સ્મરણ કરવા, ધ્યાન કરવા, લક્ષ-ખ્યાલમાં રાખવા યોગ્ય છે. આત્મા જોવો. આત્મા છે. જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. જ્ઞાનીએ જોયો તે આત્મા. પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુ દેવે ચાંદ જેને ચોડ્યો છે તેનું આત્મહિત થવાનું છે. સ્મૃતિ કરવી. આત્મા છે; આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે—તે સર્વ ભાવ જ્ઞાનીએ જાણ્યા તે યથાતથ્ય સત્ય છે. તે મંત્ર બહુ જબરો છે, આત્માને લક્ષ રાખવા જોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org