________________
ઉપદેશસંગ્રહ-૩
૩૯૫
પોષ વદ ૦)), ૧૯૫૨, તા. ૨૪-૧-૩૬ મુમુક્ષુ–સાહેબ, કોઈ નવો આવે છે, કોઈ પાંચ વર્ષથી આવે છે, કોઈ પંદર વર્ષથી સત્સંગ કરે છે–એ સર્વને આપ કહો છો કે યોગ્યતા નથી, યોગ્યતા લાવો. તો તે કેમ સમજવું?
પ્રભુશ્રી–શું કહીએ ? વૃષ્ટિ ફરી નથી ત્યાં સુધી યોગ્યતા કેમ કહેવાય ? વૃષ્ટિ ફરી જાય ત્યારે જ કામ થાય. મૂક્યા વગર છૂટકો નથી. તારી વારે વાર છે. મૂકવું તો પડશે જ. એમ પરમકૃપાળુદેવે કહ્યું હતું. આ ચર્મચક્ષુ મૂકવા પડશે; બાહ્યવૃષ્ટિ, પર્યાયવ્રુષ્ટિ મૂકવી પડશે. દિવ્ય ચક્ષુ જોઈએ. તે પ્રાપ્ત થવાને આવરણ હોય ત્યાં સુધી યોગ્યતા કેમ કહેવાય? એક મરણિયો સોને ભારે છે. તેમ મરણિયો થઈ જાય ત્યારે કામ થાય. સમક્તિ વગર મોક્ષ નથી. સમક્તિ સુલભ છે, સહેલું છે. દ્રષ્ટિ ફેરવવી જ પડશે.
તા. પ-ર-૩૬ ભૂંડું થયું હોય તો પ્રમાદથી થયું છે. પ્રમાદ, આળસ છોડીને હવે ચેતી જાઓ. આ મનુષ્યભવ રહ્યો છે, તો અત્યારે ચિંતામણિ જેવો ગણીને ચેતી જાઓ. “માણ થો સાIT તવો– આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ. જીવને આત્માની ઓળખાણ થઈ નથી, લક્ષ થયો નથી. તે કર્યો છૂટકો છે.
મુમુક્ષુ તે કરવા જ અહીં બેઠા છીએ.
પ્રભુશ્રી–તે તો જ્ઞાની જાણે છે. તે કરવા જ બેઠા છે તેનું કામ તો થશે જ. ધીરજ રાખો. ધૈર્ય રાખવાની જરૂર છે. કામ થઈ જશે. સમજણ અને પકડ જોઈશે. થિંગ ઘણી માથે કર્યો છે, માથે સરુ કર્યા છે તો ફિકર શી છે ? અહીં બોઘ સાંભળતાં તો કોટિ કર્મ ખપી જાય છે, પુણ્યના ઢગલા બંઘાય છે, અને ટૂંકડું અવાય છે, પાસે અવાય છે. - આ જીવ રાંક પણ થયો છે, રાજા પણ થયો છે, હાથનાં કોઈ બે બોર ન લે તેવો પણ થયો છે. તો હવે અત્યારે જે આવે તે સમતા રાખી ખમી ખૂંદતા શીખો. જે આવે છે તે જાય છે. રહેવાનું ક્યાં છે ? તમારું ક્યાં છે ? સુખદુઃખ આવવું હોય એટલું આવોને ! ભેદજ્ઞાનથી ઝટકો મારી કાપી નાખો, ઉડાવી દો–ભલેને દૂર જઈ પડે. જે દેખાય છે તે પુદ્ગલ છે, પર્યાય છે; તે હવે નથી જોવું. તેને ઘક્કો મારી પાડી નાખો. જ્ઞાની તો આત્મા જુએ છે. આવા નાનામોટા, સારાખોટા જોતા નથી. પુદ્ગલને પુદ્ગલરૂપ, પર જાણે છે. પોતાનો આત્મા છે, તેની સાથે સગાઈ કરી છે.
“સમકિત સાથે સગાઈ કીથી, સપરિવારશું ગાઢી; મિથ્યાતિ અપરાઘણ જાણી, ઘરથી બાહિર કાઢી. હો મલ્લિ જિન”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org