________________
૩૯૪ ઉપદેશામૃત
તા.૧૭-૧-૩૬ લૌકિક દ્રષ્ટિમાં કાઢી નાખ્યું છે; અલૌકિક દ્રષ્ટિ કરવી જોઈએ. યોગદ્રષ્ટિ બોલવામાં આવે છે તે અલૌકિક દ્રષ્ટિએ બોલાય તો એક એક ગાથા બોલતાં લાભના ઢગલા થાય. ભક્તિના વસ દુહા છે. એક એક ગાથા બોલતાં કોટિ કર્મ ક્ષય થઈ જાય, પુણ્યના ઢગલા બંઘાય. તેમાં ભાવ ભક્તિ પ્રેમ જોઈએ. કોઈ પણ ગાથા, કોઈ પણ પદ, ગમે તો એક જાણતા હો તો એક પણ અલૌકિક દૃષ્ટિએ સંભારો, ગાઓ, બોલો.
મનુષ્યભવ મહાદુર્લભ છે. મહેમાન છો. જોતજોતામાં દેહ જતો રહેશે. અત્યારે અપૂર્વ કમાણી કરી લેવાનો અવસર ચાલ્યો જાય છે. માટે જાગૃત થાઓ. પ્રમાદ ન કરો. ભૂંડું કર્યું હોય તો લૌકિક દ્રષ્ટિથી જ કર્યું છે– “જે લોકોત્તર દેવ નમું લૌકિકથી.”
કેવળજ્ઞાન થશે તો આ ભીંતને તો નહીં જ થાય, જીવને થશે. સમક્તિ પણ જીવને જ થશે. આ બેઠા છે તેમાં કોની પાસે તે નથી? બઘાની પાસે છે. માત્ર આવરણ છે તેથી પ્રગટ થતું નથી. તે આવરણ દૂર કરવા પુરુષાર્થ કરો. “ધિંગ ઘણી માથે કિયા રે !' સદ્ગુરુ ભગવાને જેવો આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે તેવો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એવી શ્રદ્ધા કરો. તે શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવા તથા આવરણને દૂર કરવા જ્ઞાની એવા સગુરુની આજ્ઞા અનુસાર પુરુષાર્થ કરો. તમે જેવા તેવા નથી, આત્મા છો; આવા નથી, જ્ઞાનીઓએ જોયા તેવા છો–એવી શ્રદ્ધા કરો. ભાવ અને પરિણામ જ્ઞાનીની આજ્ઞા અનુસાર કરો. ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આત્મભાવનાનો પુરુષાર્થ કર્તવ્ય છે.
આ બેઠા છે તે બઘાને સૌથી પ્રથમ કરવા યોગ્ય છે તે શું ? શાસ્ત્રમાં પણ એ જ કરવાનું કહ્યું છે તે શું? તો કે વિનય. ભૂંડું કર્યું હોય તેનું પણ ભલું થાઓ. સર્વ કોઈ પ્રત્યે વિનય, નમ્રતા, લઘુતા રાખો. વિનય કરનારનું જ ભલું થશે. માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.
તા. ૧૮-૧-૩૬ આખો સંસાર દુઃખથી ભરેલો છે. તેનો પાર પામવા આપણે શું કરવું? ઓહોમાં કાઢી નાખ્યું છે. તેનું માહાસ્ય જાણ્યું નથી. પણ એક આભરણ જાણી સાથે રાખવા યોગ્ય છે કે આવો દેખાય છે તેવો આત્મા નથી. ખાવું પીવું, બોલવું ચાલવું બધું ખોટું છે. એ મારું નથી, એ હું નથી. જ્ઞાનીએ જામ્યો છે એવો આત્મા તે હું છું, તે આત્મસ્વરૂપ મારું છે. બીજી બધી ક્રિયાનો જોનાર હું રહું, મહીં ભળી ન જાઉં, મફતિયું જોઉં તો કર્મ બંઘાય નહીં.
આત્મા જોવાનો લક્ષ થાય, આત્માને સંભારવાનો લક્ષ થાય, આત્મભાવનાનો પુરુષાર્થ થાય તો આસ્રવમાં સંવર થાય છે. ઝેરનું અમૃત થાય છે, કોટિ કર્મ ક્ષય થાય છે. માટે પુરુષાર્થ નિરંતર કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org