________________
ઉપદેશસંગ્રહ-૩
૩૯૩ છે. કેવું અપૂર્વ એનું માહાભ્ય છે ! એ ન હોય તો બઘાં મડદાં છે. સર્વને જોનાર, જાણનાર અને તેથી ન્યારો સર્વ અવસ્થામાં રહેનાર આત્મા છે. તેની માન્યતા થઈ નથી. વાત છે માન્યાની. અનંત કર્મોથી આત્માની શક્તિઓ આવરિત છે. તેમાં મુખ્ય આઠ કર્મો છે. તે સર્વ એક મોહનીય કર્મને આધારે ટક્યાં છે. તે મોહનીયના દર્શનમોહ અને ચારિત્રમોહ એમ બે ભેદ છે. દર્શનમોહ એટલે વિપરીત માન્યતા. તે ટળે અને યથાર્થ માન્યતા થઈ ત્યાં કર્મ સર્વ ક્ષય થયા વિના રહેવાનાં નહીં.
‘ચિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ' થિંગ ઘણી તે આત્મા. તે પામવા, ઓળખાણ કરી લેવા આ અપૂર્વ અવસર છે. પરમ કૃપાળુદેવે કહ્યું હતું કે હવે શું છે? તમારી વારે વાર. તે સાચું છે. હવે તમારી વારે વાર છે.
મુમુક્ષુ અમારી વારે વાર છે તે વાત સાચી છે. પણ અમારે તૈયાર થવા શું કરવું?
પ્રભુશ્રી ઘેરથી કપડાં પહેરી તૈયાર થઈ આવ્યા હો તો ફરી ઘેર જવાનું રહે નહીં. પણ બચકો લેવા જવાનું રાખ્યું હોય તો? તેમ તૈયાર થઈ આવ્યા હોય તો વાર નથી.
સર્વ મૂક્યા વિના છૂટકો નથી. પોતાનું છે તે મૂકવાનું નથી. બાકીનું સર્વ વહેલું મોડું મૂકવાનું જ છે, તો આજથી સર્વ પરભાવ પ્રત્યે ઉદાસીન થઈ પોતાના સ્વરૂપ તરફ ભાવ-પ્રેમ, પ્રીતિ-ભક્તિ વધારવા યોગ્ય છે. આત્મભાવનો પુરુષાર્થ નિરંતર જાગૃત રાખવા યોગ્ય છે.
તા.૧૪-૧-૩૬ કાગડા કૂતરા, ઢોર પશુ એ બઘા આત્મા છે. પણ એનાથી અત્યારે કંઈ થઈ શકશે? મનુષ્યભવમાં સમજણ થઈ શકે છે. રોગ થઈ આવશે ત્યારે કંઈ બનશે નહીં. અત્યારે જાગૃત થઈ જવું. સત્સંગ અને બોઘથી સમજણ આવે છે, માટે તેને હંમેશાં આરાઘવો.
જ્ઞાનીએ આત્મા યથાર્થ જાણ્યો છે. તેવો આત્મા તે મારો છે, તેથી અન્ય કંઈ પણ મારું નથી. આત્મા પ્રત્યે ભાવ થાય, આત્મા જ્ઞાનીએ જામ્યો છે તેવો માન્ય થાય ત્યાં કામ થાય છે. વાત છે માન્યાની. પોતે જ પોતાની મેળે માન્યતા કરશે ત્યારે થશે. બીજા તો કહી છૂટે. કરવાનું તમારા હાથમાં છે. જ્ઞાનીની “હા” એ “હા” અને “ના” એ “ના” કરનારનું કામ થશે.
મુમુક્ષુ-હા' એ હા અને “ના” એ “ના” કરવા જ નિશ્ચય છે. બીજું કાંઈ કરવું નથી. તે કરવા જ બેઠા છીએ.
પ્રભુશ્રી–તેમ કરવા બેઠા છે તેનું તો સારું જ થશે. પણ તેમ કરવા બેઠા હોય તે આવા આત્મા જોશે કે ? આ બાઈ, આ ભાઈ, આ સારો, આ નરસો, એમ જોશે? કે જ્ઞાનીએ જોયા એવા શુદ્ધ આત્મા સર્વે છે એમ જોશે?
“પર્યાયવૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org