________________
ઉપદેશામૃત
તા. ૧૯-૧૧-૩૫
આ બધાંને મરણ તો એક વખતે જરૂર આવશે. તો તે વખતે શું કરવું તે કહું છું, જેને સાંભળવું હોય તે સાંભળજો, ગ્રહણ કરવું હોય તે ગ્રહણ કરજો, પકડ કરી લેવી હોય તે પકડ કરી લેજો. કહેનાર કહી છૂટે, વહેનાર વહી છૂટે.
‘પ્રીતિ અનંતી પરથકી જે તોડે તે જોડે એહ.'
૩૯૨
સગાંસંબંઘી, પૈસાટકા, ઘરબાર, બૈરાંછોકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહંભાવ મમત્વભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહમૂર્છાભાવ બાળી જાળી, ભસ્મ કરી, સ્નાનસૂતક કરી ચાલ્યા જવું છે. તો સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું એ સર્વ પર્યાયવૃષ્ટિ છોડી શ્રી સદ્ગુરુએ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી. જ્યાં સુઘી ભાન રહે ત્યાં સુઘી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપયોગ બધામાંથી ઉઠાવી તેમાં રાખવો. એના જેવું કોઈ બીજું શરણ નથી. તો જ કલ્યાણ થશે. બધેથી પ્રીતિ ઉઠાવી જેટલી આત્મા ઉપર પ્રીતિ કરી હશે તેટલું કલ્યાણ થશે. આત્મા સદ્ગુરુએ જાણ્યો છે. માટે સદ્ગુરુનું શરણ, શ્રદ્ધા, તેના ઉપર ભક્તિ, ભાવ, રુચિ, પ્રીતિ વધારી હશે તે જ કામ કરશે.
તા.૧૨-૧-૩૬
મનુષ્યભવ મહા દુર્લભ છે. જ્યાં સુધી વ્યાધિથી શરીર ઘેરાયું નથી ત્યાં સુધી ચેતી જાઓ, ધર્મ કરી લો; પછી કંઈ થશે નહીં. લૂંટલૂંટ લહાવો લેવાનો અવસર આવ્યો છે. ડાહ્યા થશો નહીં. જોયા કરવું. મહીં માથું ઘાલવા જવું નહીં. ‘‘એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી.'
આ રૂડો છે, આ ભૂંડો છે એમ કાંઈ ન કરો. સંકલ્પ-વિકલ્પે જ આ જીવનું ભૂંડું કર્યું છે. એનું એને ભારે છે. આપણે અત્યારે પ્રતિબંધ ઓછા કરી આતમભાવ કરવા યોગ્ય છે. તેમાં પ્રમાદ કર્તવ્ય નથી. સમય માત્ર પ્રમાદ કર્તવ્ય નથી. બીજો કરશે તેનું તેને ફળ. સમદૃષ્ટિ રાખવી. મૈત્રી, પ્રમોદ, કરુણા, માઘ્યસ્થ ભાવના ભાવવી. જ્ઞાન, ઘ્યાન, સ્વાઘ્યાયાદિ સારાં નિમિત્તો જોડવાં. આત્મભાવના ભાવવા પુરુષાર્થ કરવો. સમયમાત્ર પણ પ્રમાદ કર્તવ્ય નથી. समयं गोयम मा पमाए.
પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. પરોક્ષનો અભ્યાસ વિશેષ હશે તો પ્રત્યક્ષ થતાં વાર લાગશે નહીં. માટે પુરુષાર્થ કરો. મૂકવું તો પડશે જ. અન્ય ભાવ મૂકો; આત્મભાવનો અભ્યાસ વધારો જે જાણું તે નવિ જાણું, નવ જાણ્યું તે જાણું.'
તા.૧૩-૧-૩૬
હજારો જડ પદાર્થ એકઠા કરો તો પણ તે સાંભળી શકશે ? સાંભળે છે તે એક આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org