________________
ઉપદેશસંગ્રહ-૩
૩૯૧
તા.૧૭-૧૧-૩પ સત્ અને શીલ એ જ કર્તવ્ય છે. શીલવ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે આવી પહોંચેલાને જ તે પ્રાપ્ત થાય છે. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો પણ બ્રહ્મચર્ય પાળવું. વૃદ્ધાવસ્થામાં પણ એ વાત આવે તો મહાભાગ્ય સમજવું. તેની દેવની ગતિ નિશ્ચયે થાય છે.
મરણ તો બઘાને અવશ્ય આવશે જ. આટલા બઘા બેઠા છો તે સર્વને કંઈ કંઈ પ્રકારની વેદની તે વખતે આવશે. બધાને એક પ્રકારની નહીં આવે. ત્યાં આટલો લક્ષ રહે તો કામ થઈ જાય :
વેદની આવે છે તેથી હજાર ગણી આવો; જે આવે છે તે જાય છે, બાંઘેલાં કર્મ આવીને છૂટે છે. તેને જોનાર એવો આત્મા હું છું. મેં તો એવો નિશ્ચય કરેલો છે કે હું આત્મા કોઈ કાળે મરવાનો નથી. કર્મ તો બાંઘેલાં બધાં આવીને જવાનાં છે. પણ જોનાર આત્મા છે, આત્મા છે, આત્મા છે; તે નિત્ય છે, નિત્ય છે, એ આદિ છયે પદનો નિશ્ચય કર્યો છે. “વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, પ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોઘ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.” બોઘ અને વૈરાગ્ય એ આત્મા છે. સદ્ગુરુનું શરણ માથે છે. સદ્ગુરુ એ પોતાનો આત્મા છે અને દરેકની પાસે છે. મેં આત્મા જાણ્યો નથી, પરંતુ સદ્ગુરુએ આત્મા યથાર્થ જામ્યો છે તેવો આત્મા તે મારો છે; તેથી અન્ય કંઈ પણ મારું નથી. “સહજાત્મસ્વરૂપ મહામંત્ર છે. ભાન રહે ત્યાં સુધી તેમાં ઉપયોગ રાખવો, તેને સંભારવો. ભાન ગયા પછી ફિકર નહીં. પણ ભાન રહે ત્યાં સુધી સદ્ગુરુનું શરણ, તેનું ધ્યાન રાખવું. સમકિત થવાનું એ કારણ છે. હાલતાં ચાલતાં, ખાતાં પીતાં, બેસતાં ઊઠતાં ઠામ ઠામ આત્મા છે.
“જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય;
ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” આત્મા ઉપર પ્રેમ પ્રીતિ ભાવ થયો નથી; તે કર્તવ્ય છે.
“ઘરમ ઘરમ કરતો જગ સહ ફિરે, ઘર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર; ઘર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી,
કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર. ઘર્મ જિનેશ્વર.” “સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી,
મિથ્થામતિ અપરાઘણ જાણી, ઘરથી બાહિર કાઢી.” આત્માની ઓળખાણ કરી લો. તેની સાથે સગાઈ કરી લો. બીજી સગાઈ છોડી દો. જડને મૂકીને આત્માની સાથે જે સગાઈ કરશે તેનું કામ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org