________________
૩૯૦
ઉપદેશામૃત
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો.''
આવું પરમ સુખધામ આત્માનું સ્વરૂપ છે, ત્યારે આપણે અત્યારે શું કરવું ?
શ્રદ્ધા. સદ્ઘા પરમ વુદ્દા–ભગવાનનું વચન છે. કેડ બાંધીને તૈયાર થઈ જઈ, નાચીકૂદીને પણ એક શ્રદ્ધા પકડ કરી દો. પછી જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય બધું થશે. સૌથી પહેલી શ્રદ્ધા. એ બહુ મોટી વાત છે. મહાભાગ્ય હશે તેને તે થશે.
વરસાદ તો ઘણો વરસે છે. તેમાં મઘાનાં પાણી જ્યારે વરસે છે ત્યારે સૌ ટાંકા ભરી રાખે છે, કે જેથી પછી બારેય માસ તે પાણી વપરાય. તેમ અહીં પણ ભાજન પ્રમાણે પાણી ઝીલી લેજો. જેટલાં પાણી ઝીલી લીધાં હશે તેટલાં આગળ ઘણાં કામમાં આવશે.
જ્ઞાનીપુરુષનો બોધ અદ્ભુત છે ! મરેલાને જીવતા કરે છે ! સમ્યક્ત્વ તેથી જ થાય છે. ખાવું ને ઊંઘવું આ ધંધો થઈ પડ્યો છે. આળસ અને પ્રમાદે જીવનું ભૂંડું કર્યું છે. ખાવું ને ઊંઘવું એ આત્માનો ધર્મ છે ? બધું ખોટું છે.
દુશ્મન હોય તેના પર કેટલું ઝેર આત્મામાં વર્તે છે કે ક્યારે મારી નાખું, કાપી નાખું ? તો અનંતકાળથી અનંત દુઃખના કારણરૂપ પાંચ ઇન્દ્રિયો, મન અને ચાર કષાયો એ દશ શત્રુઓ છે, એમ જાણ્યું હોય તો તેના પ્રત્યે કેટલું ઝેર વર્તે ? વિભાવોમાં કે માયામાં રાગ, પ્રેમ, પ્રીતિ તે પરમ નિધાન એવા આત્મામાં રાગ નથી થવા દેતા. તો તે શત્રુઓ ઉપર કેટલું ઝેર અંતરમાં વર્તવું જોઈએ !
આત્માને હિતસ્વી એક સત્સંગ છે. તેને જ્ઞાનીપુરુષોએ પણ ઇછ્યો છે; કારણ કે ત્યાં જ આત્મા ઉપર ભાવ, રુચિ, પ્રીતિ, ભક્તિ થાય તેવું શ્રવણ પ્રાપ્ત થાય છે. સત્સંગ ચિંતામણિ સમાન મહા દુર્લભ છે, કારણકે નિમિત્ત છે તે મોટી વાત છે.
⭑
‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.'
સૌ ફિકરના ફાકા મારો, એક આત્મભાવમાં રહો. દુઃખ આવે તો આવો, રોગ આવે તો આવો, ઘન જતું રહે તો જાઓ; છેવટે, આ દેહ જતો હોય તો જાઓ. તેથી મારું કંઈ જવાનું નથી, મને કંઈ નુકસાન થવાનું નથી. એમાંનું કાંઈ પણ મારું નથી. મારું છે તે જ મારું છે. ‘તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ ?' બીજું બધું તો કર્મકલંક છે. જે આવે છે તે જવા માટે, તેથી ભાર હલકો થાય છે. દેવું પતે છે.
Jain Education International
જ્ઞાની મહા સુખમાં રહે છે, આનંદમાં રહે છે. ફિકર માત્રના ફાકા મારો; એક સત્, શીલ અને ભક્તિમાં મંડ્યા રહો. ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આત્મભાવનાનો પુરુષાર્થ રાખવો.
For Private & Personal Use Only
www.jainelibrary.org