________________
ઉપદેશસંગ્રહ-૩
૩૮૯
બીજું બધું ઝેર છે; હળાહળ, કાળકૂટ ઝેર છે. આ બાહ્ય આંખો ફોડી નાખવી, અંતરની આંખો ઉઘાડવી. જ્યાં ત્યાં એક ‘તુંહિ તુંહિ'—આત્મા જ જોવો.
આ અવસર જેવો તેવો જાણશો નહીં. વાત સાંભળતાં પરિણમી જવાય છે ત્યાં કોટિ કલ્યાણ થાય છે. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ? તેનું માહાત્મ્ય કથ્થું જાય તેમ નથી. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો.''
એની વાત, એનો વિચાર, એના ઉપર પ્રેમ, પ્રીતિ, ભાવ થાય છે ત્યાં કોટિ કર્મ ખપે છે. “પર્યાયદૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે.''
આત્મા, ચૈતન્ય એ કંઈ જ્યમન્ત્યમ વાત છે ! એનું માહાત્મ્ય તો કોઈ અલૌકિક છે ! કછ્યું જાય તેમ નથી. એને જ પૂજવો છે. એને જ નમસ્કાર કરવા છે. એ જ પૂજ્ય છે. એને સંભાળો. એની વિચારણા કરો, એની ભાવના ભાવો. એના ઉપર પ્રેમ, પ્રીતિ, ભાવ કરો. “અહો ! અહો ! હું મુજને કહ્યું, નમો મુજ નમો મુજ રે;
અમિત ફળ-દાનદાતારની, જેહની ભેટ થઈ તુજ રે. શાંતિ’
આત્માને લઈને બધું છે; તે ન હોય તો કોઈ પૂજા-સત્કાર, માન-મોટાઈ આપે નહીં. પણ સાડા ત્રણ હાથ જમીનમાં બાળી મૂકે. આવું જેનું અચિંત્ય તો માહાત્મ્ય છે ! અને જે સર્વને જાણવામાં, માનવામાં પહેલો છે, એવો પોતાનો આત્મા તે પડી મૂક્યો, તેને સંભાળ્યો નહીં, તેના ઉપર ભાવ, પ્રેમ, પ્રીતિ કરી નહીં અને મિથ્યા માયાના પ્રસંગોમાં પ્રેમ કર્યો.
નવાં પરણેલાં વર-વહુ હોય તેને મનમાં એકબીજા ઉ૫૨ પ્રેમ વધતો જાય છે, પ્રેમની ઊર્મિઓ ઊભરાય છે. એ તો માયાનું સ્વરૂપ છે, બંધનનું કારણ છે. પણ તેવો પ્રેમ, તેવી રુચિ, તેવી ઊર્મિઓ આત્મા ઉપર આવી નહીં.
જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.''
જ્યાં પ્રેમ, પ્રીતિ કરવાની છે તે પડી મૂકીને માયામાં ખાટી થઈ રહ્યો છે. કાચની શીશી ફૂટી જાય, તેમ આ તુંબડાં, દેહ ફૂટી જશે. આત્માની ઓળખાણ વગર પરિભ્રમણનાં દુઃખ મટશે નહીં.
જ્યાં હોય ત્યાં આત્મા જોતાં શીખો તો રાગ-દ્વેષ કર્મ નહીં બંધાય. કર્મનો કચરો જોશો નહીં. દિવ્યચક્ષુથી તે દેખાય. જ્ઞાની દિવ્યચક્ષુથી જુએ છે.
“પ્રવચન-અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન, જિનેશ્વર; હૃદયનયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, જિનેશ્વર.''
હૃદયનેત્રે નિહાળે તો ઠામ ઠામ નિધાન, આત્મા દેખાય. મોટા વ્રતપચખાણ લઈને બેઠા છે; પણ ઊર્મિ જાગી નહીં. ઝંખના, ભાવ, પ્રેમ, રુચિ તે થઈ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org