________________
૩૮૮
ઉપદેશામૃત
અનંત છે. એની રિદ્ધિ અનંતી છે. એને માટે ગાંડા થઈ જવું. ભલે જગત ગાંડા કહે. પણ એક એ જ ! એને માટે ગાંડા થઈ જવું.
સર્વ જ્ઞાનીપુરુષો એક જ વાટે મોક્ષે ગયા છે. તે વાટ ‘સમતા' છે. બહુ અદ્ભુત છે ! વિષમભાવ છે ત્યાં બંધન છે. સમભાવ છે ત્યાં અબંધતા છે.
પત્રાંક ૬૭૦નું વાંચન :
ૐ સદ્ગુરુપ્રસાદ
“જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.”
તા.૨૯-૯-૩૫
સર્વ શાસ્ત્રોનો સાર, તત્ત્વોનો સાર શોઘીને કહી દીધો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું.
‘વીસ દુહા' ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ', 'છ પદ'નો પત્ર, ‘યમનિયમ', ‘આત્મસિદ્ધિ’આટલાં સાધન અપૂર્વ છે, ચમત્કારિક છે ! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. ‘દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.' એ તો ખોટી વાત છે; પણ તમે જીવતાં સુધી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. વધારે શું કહું ?
બીજું એક દેવવંદન છે તે પણ અપૂર્વ છે! પ્રત્યક્ષ દેવને બોલાવ્યો છે. માટે તે પણ દરરોજ કરવા યોગ્ય છે.
જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ છે તે શાથી ? જ્ઞાની પાસે એવું શું છે કે જેથી તે જે કરે તે સવળું ? ખાય છે તો ખાતા નથી, સંસારમાં છે તો ય સંસારી નથી, આસ્રવના કામમાં સંવર થાય છે એવું શું મળ્યું છે? તેમને ‘ગુરુગમ' મળી છે. તેથી તે આત્મામાં પરિણમ્યા છે. એક આત્મા ઓળખવાની સર્વને જરૂર છે, ત્યાં સુધી સંસારમાં ક્યાંય સુખ નથી. ગુરુગમ કેમ મળે ? આત્મા કેમ ઓળખાય ?
તમારી વારે વાર છે, ભાવ તે પામવાના રાખો. ભાવ ને પરિણામ બહુ મોટી વાત છે. તે વસ્તુને મેળવવાના ભાવ વિના, તેની ઝૂરણા વિના કોઈ પામ્યા નથી. એની મેળે એ વસ્તુ આવીને મળી જવાની નથી. તેની પ્રાપ્તિ માટે ભાવ વધારો. મરણ તો બધાને એક કાળે જરૂર આવશે; કોઈને છોડવાનું નથી. સંજોગ છે તે બધા છૂટશે. આવા દેહો, આવા સંજોગો અનંતી વાર છોડ્યા, પણ એક આત્મા છોડ્યો નથી. તે મરવાનો નથી. ફક્ત તેની ઓળખાણ કરી લેવાનો અવસર આવ્યો છે. માટે ચેતી જાઓ, તૈયાર થઈ જાઓ. એક એને માટે જ જીવવું. ખાતાં પીતાં, બોલતાં-ચાલતાં, ઊઠતાં બેસતાં દરેક પ્રસંગે એક ‘આત્મભાવના'. તે સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org