________________
ઉપદેશસંગ્રહ-૩
૩૮૭
એક આત્માને ઓળખાય તો ફિકરના ફાકા માર્યા. આત્મા ઓળખ્યો તે બોલી ઊઠ્યા : “અબ હમ અમર ભયે, ન મરેંગે.' કાળ તો તેનો કિંકર થઈ રહ્યો ! મૃત્યુ તેને મહોત્સવ થઈ પડે છે. એ તો તેને ઘેર વાજાં વાગ્યાં; બાકી બીજાને મરણ આવે ત્યારે જોઈ લો !
મરણ આવશે જ. ત્યારે હવે આ બધું દુ:ખ ટાળવા બોલાવવો કોને ? કયા સ્થળમાં જઈ રહેવું કે દુ:ખ માત્ર ચાલ્યું જાય ? મોટા પુરુષો હોય તે સારા ઉત્તમ સ્થાનમાં રહે છે, પાયખાનામાં રહેતા નથી; તેમ આખું જગત પાયખાનામાં રહે છે, પણ જ્ઞાનીઓનું સ્થાન કર્યું છે ? ‘સમભાવ.' આ એમનું સ્થાન છે. આ જગાનું કેટલું સુખ, કેટલી સાહ્યબી છે તે કથ્થું જાય તેમ નથી. આ જગાએ જવાથી દુઃખ માત્ર નાશ પામી જાય છે. ચંડાળ જેવા નીચ ઘેર, હલકા ભાવમાં જ્ઞાની રહેતા નથી, તેથી તેમને ભય માત્ર નાશ પામી ગયા છે.
એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું.'' તેની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થયે પણ કામ થઈ જશે.
‘છ પદ'નો પત્ર અમૂલ્ય છે, ઊંડા ઊતરવું જોઈએ. પકડ થવી જોઈએ. બધાની વચમાં કહ્યું છે; પણ ‘સમભાવ'ની પકડ કરી લેશે તેનું કામ થશે.
તા. ૨૭૯-૩૫
વાત કહેવાની ઘણી છે; પણ કહેવાઈ નથી. સાંભળી સાંભળીને ફૂટ્યા કાન, સાંભળ્યું પણ ન સાંભળ્યા બરોબર કર્યું; કારણ કે ઉપયોગ, પરિણમન તેમાં થયું નહીં, બાહ્ય રહ્યું. પરિણમન થવું જોઈએ.
ક્ષયોપશમ જોઈએ. વિચારની ખામી છે. વિચાર ધ્યાન છે. અંતરપરિણમન વિચારથી કરવું જોઈએ. પલટાવી નાંખવું જોઈએ.
હવે તો આત્મા જોવાનું કરો. બીજું જોવાનું કર્યું છે તેથી ફરીને એક આત્મા જોવાનું કરો. દૃષ્ટિમાં ઝેર છે, તે અમૃત થાય તેમ કરો. ‘માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ.' જ્ઞાનીઓએ એ જ કર્યું છે, એ જ જોયું છે. કર વિચાર તો પામ. વિચાર વડે દૃષ્ટિ પલટાવી અંતર દૃષ્ટિ કરવાની જરૂર છે.
તા. ૨૮૯૦૩૫
‘પર્યાયસૃષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે.' જે મોટા પુરુષો મોક્ષને માટે ઉદ્યમ કરી રહ્યા છે, તે તો બધું અવળાનું સવળું જ કરે છે.
આત્મા ઉપર ભાવ, પ્રેમ, પ્રીતિ અત્યંત કરવી જોઈએ. ખાતાં-પીતાં, બોલતાં-ચાલતાં, બેસતાં-ઊઠતાં દરેક સમયે એને સંભાળવો જોઈએ. એનું સ્વરૂપ કેવું અદ્ભુત છે ? એનું સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org