________________
૩૮૬
ઉપદેશામૃત “સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી;
મિથ્થામતિ અપરાઘણ જાણી, ઘરથી બાહિર કાઢી.' બહિરાત્મપણે પ્રવર્તન કર્યું છે, તે મૂકી અંતરાત્મા થવાનો આ અવસર આવ્યો છે. નિશ્ચયનયથી જેવું પોતાનું સ્વરૂપ છે, તેનો નિશ્ચય થયો નથી. તે નિશ્ચય કરી લેવો.
દરેકની શ્રદ્ધામાં ભેદ છે. સર્વને ભાવ પ્રમાણે ફળ છે. ભાવ ચડતા કરવા પ્રેમ, સ્નેહ, ભાવ વધારી દેવા.
પાવે નહિ ગુરુગમ બિના.” ગુરુ તે દીવો છે, તેનાથી જ દીવો થશે.
એક ચોરને ફાંસીની શિક્ષા થઈ. પ્રધાન વિચક્ષણ હતો. તેણે શૂળી ઉપર મરણની સન્મુખ થયેલા ચોરને પૂછ્યું, “તને કોઈનું શરણ છે? સંસારમાં જે કાંઈ તારું માનતો હતો તેમાંનું કોઈ અત્યારે શરણ છે?” ચોરે કહ્યું, “અત્યારે તો મને કોઈનું શરણ નથી.” પ્રધાને કહ્યું “હું એક વાત કહું તે લક્ષમાં લઈશ? લઈશ તો તારું કામ થઈ જશે.” ચોરે કહ્યું, “જરૂર લક્ષમાં લઈશ, મને કૃપા કરીને કહો.” દુઃખના વખતમાં હિતશિક્ષા ઘણી આતુરતાથી ગ્રહણ થઈ શકે છે. એટલે પ્રધાને કહ્યું, “સમભાવ.” ગમે તેટલું દુઃખ આવે તો આવો, મરણ આવે તો આવો, પણ હું તેને સમભાવથી સહન કરીશ. તે દુઃખ નાશ પામશે, પણ મારું સ્વરૂપ નાશ પામે તેવું નથી, માટે સમભાવમાં રહેવું.
ચોરે સમભાવનું શરણ ગ્રહણ કર્યું. તે મરણ પામી દેવગતિ પામ્યો. પ્રઘાને શૂળી ઉપર ચડેલા ચોર સાથે વાત કરી, એમ રાજાએ જાણ્યું ત્યારે તેને કેદ પકડવા તથા તેનાં ઘર લૂંટાવી મંગાવવા સિપાઈઓ મોકલ્યા.
સિપાઈઓ પ્રઘાનને ઘેર લૂંટવા આવ્યા. ત્યાં કોઈ એક અજાણ્યો રક્ષક થઈ બેઠો હતો, તેણે બઘા સિપાઈઓને મારી હઠાવી કાઢી મૂક્યા. પછી રાજા પોતે આવ્યો. તેણે જોયું કે આ રક્ષક જણાતો માણસ તે મનુષ્ય નથી, પણ દેવ છે. તેણે પૂછ્યું, “તું કોણ છે ?” રક્ષકે કહ્યું, “હું ચોર તે મરીને દેવ થયો છું. તે પ્રતાપ પ્રઘાનના છે, માટે તેનું ઘર લૂંટવા નહીં દઉં.” રાજા ખુશી થયો, પ્રઘાનને માન આપી શિરપાવ આપ્યો.
એમ એક શબ્દ સાંભળવાથી આવું હિત થયું તો જ્ઞાની પુરુષના શબ્દો વારંવાર સાંભળવા મળે તે કેવા મહાલાભનું કારણ થાય! માટે સામાન્યપણું ન કરી નાખતાં અપૂર્વ અલૌકિક ભાવે જ્ઞાનીનાં વચનોનું બહુમાનપણું રાખી આત્મહિત સાઘવા જાગૃત થઈ જાઓ, ચેતી જાઓ.
તા.૧૬-૯-૩૫ મરણ અચાનક આવી પહોંચશે. મરણ આવે ત્યારે બધું મૂકી જવું પડશે. આખો ઘણી થઈને બેઠો છે–દેહાદિ સર્વ પર વસ્તુનો, તે છોડવું પડશે. માટે અત્યારથી ચેતી લો. મનુષ્યભવ અને તેમાં પણ સત્પરુષનો સમાગમ એ બહુ દુર્લભ જોગ મળ્યો છે, માટે ચેતી જાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org