________________
ઉપદેશસંગ્રહ-૩
૩૮૫ ખીલે બાંધ્યું નથી, મનને ખીલે બાંઘવું જોઈએ. આવો જોગ મળ્યો છે ત્યાં જીવ ખીલા પાસે આવ્યો છે, પણ હજુ બંઘાયો નથી. બંઘાય તો નુકસાન કરતો અટકે અને માર ખાતો બચી જાય.
આત્મભાવનો પુરુષાર્થ કરો. સત્ અને શીલના ભાવ રાખો. આડું આવે છે તે કોરે કરવું. કૂતરાં પેસી જાય છે તેને મારી હાંકી કાઢો–પરભાવરૂપી કૂતરાં બોઘરૂપી લાકડીથી હાંકી કાઢો.
તા. ૨૮-૩૫ જ્ઞાનીઓએ ઘણું કહ્યું છે, પણ જીવને ગરજ નથી. કહેલી વાત વહી જાય છે. લક્ષમાં લઈ લે તો કામ થઈ જાય. ટૂંકામાં ટૂંકું કહી દઉં ?
આસ્રવમાં સંવર થાય, વિકારનાં સ્થાનોમાં વૈરાગ્ય થાય, “સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો” એમ સર્વમાં આત્મા જોવાય, આ તુંબડાં (દેહ) છે, કર્મ છે, કલંક છે તે ન જોવાય; બાઈ છે તે આત્મા છે એમ પહેલો આત્મા જોવાની મનમાં રુચિ થાય ત્યાં કામ થઈ જાય. એવો અભ્યાસ કર્તવ્ય છે. ભાવના એક એ જ કર્તવ્ય છે.
તા. ૯-૩૫ પોતાનો વહાલામાં વહાલો છોકરો મારી નાખ્યો હોય તો તેના ઉપર અંતરથી કેટલું ઝેર વર્તે? “એનું ક્યારે ભૂંડું કરી નાખું?” એમ અંતરમાં ઝેર, ઝેર અને ઝેર વર્તે. તેમ પોતાને અનંત કાળથી દુઃખના દેનારા દુશ્મનો કયા છે? પાંચ ઇન્દ્રિય, ચાર કષાય તથા મન—આ દશ. તેમના ઉપર અંતરથી ઝેર વર્તવું જોઈએ. દુશ્મનોને “આવો, પઘારો” એમ આવકાર કોઈ આપે? શૂર ક્ષત્રિય સ્વભાવે દુશ્મનોને મારી હઠાવવા તૈયાર થઈ રહેવું જોઈએ. અને લાગ આવ્યે માર મારતાં રહેવું જોઈએ. તો જ જય થાય. એક મન જીતતાં દશેય શત્રુ જિતાય છે, અને આત્મસુખ પ્રાપ્ત થાય છે.
વિભાવ તે દુશ્મન છે; સ્વભાવ તે મિત્ર છે. વિભાવ પ્રત્યે ઝેર વર્તવું જોઈએ. અનાદિથી અહિતના કરનારા તેમને મિત્ર માન્યા તે જ ભૂલ છે. હવે તે દુશ્મન છે એમ જાણી તેમના પ્રત્યે અંતરથી ઝેર રાખવા યોગ્ય છે.
દ્રષ્ટિ ફેરવવા યોગ્ય છે. કાળકૂટ ઝેર છે તેને અનાદિથી અમૃત માન્યું. હવે અમૃતને અમૃત મનાય અને ઝેરને ઝેર મનાય તો જ કલ્યાણ છે. દ્રષ્ટિ ફરે તો જ ઝેર મૂકી અમૃત જોવાય, આસ્રવમાં સંવર થાય, દુશ્મને ભાગી જાય, બંઘન થાય નહીં, દોષમાત્ર નાશ પામે.
આત્મા ઉપર પ્રેમભાવ વઘારી દેવો જોઈએ. તેનું માહાત્ય લાગ્યું નથી. સમજ મોટી વાત છે. સમજ્ય છૂટકો છે. સમજ આવ્યે આ ઝેર ને આ અમૃત એમ જણાય છે. પછી અમૃતને મૂકી ઝેર કોણ ગ્રહણ કરે ?
આ જડ અને આ ચેતન એમ જ્ઞાનીને ભેદ પડી ગયો છે. આત્માની રિદ્ધિ, આત્માનું સુખ કહ્યું જાય તેમ નથી.
25.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org