________________
૩૮૨
ઉપદેશામૃત
આબુ, તા. ૧૭-૬-૩૫ આત્મા મુખ્ય ત્રણ પ્રકારે છે : બાહ્યાત્મા, અંતરાત્મા, પરમાત્મા. તેમાં પરમાત્મા છે તે સમજવા યોગ્ય છે.
‘બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત.” બાહ્યની વસ્તુ જોવા જેમ ચક્ષુ જોઈએ, તેમ જ્ઞાનચક્ષુથી અંતરની વસ્તુ જોવાય. જ્ઞાનચક્ષુ વિના આત્મા જોવાય નહીં. આત્મા અરૂપી છે, એ રૂપી તો છે નહીં. દેવતા હોય તેને ચીપિયો હોય તો ઝલાય; તેમ આત્મા ચર્મચક્ષુથી ન જણાય. તો એને જોઈએ શું? તો કે દિવ્યચક્ષુ. એ દિવ્યચક્ષુ જ્ઞાની પાસે છે. એ ચકું ચડાવે ત્યારે આત્મા દેખાય. યોગ્યતા હોય તો જ્ઞાની માર્ગે જતો હોય તેને બોલાવીને આપી દે. યોગ્યતા એટલે શું?
યોગ્યતા એટલે ભાવ, પ્રેમ. એના ઉપર જ ભાવ પ્રેમ આવે તો કામ થઈ જાય. પૂર્વત અને પુરુષાર્થથી તે થાય. કારણ વિના કાર્ય ન થાય.
શ્રી આશ્રમ, અગાસ. તા. ૧૩-૭-૩પ ઠામઠામ આત્મા જુઓ. બેટ્ટો હોય તે બીજું જુએ. કાળું-ઘોળું જોવા ગયા ત્યાં માર્યા ગયા સમજજો. આ મારો સાક્ષાત્ આત્મા, આય મારો સાક્ષાત્ આત્મા. “તુંહિ તૃહિ' એક એ જ. આત્મા ઉપર પ્રેમ, પ્રીતિ, ભક્તિ નથી થઈ તે કરવી છે, તે માટે આ દાવ આવ્યો છે; માટે ચેતી જાઓ.
એટલો નિશ્ચય રાખજો કે આ મનુષ્ય ભવ તો સફળ થઈ ગયો, કારણ અપૂર્વ જોગ મળ્યો છે. હવે શ્રદ્ધા એક ઉપર કરવી. જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. સ્વરૂપને પામેલા એક સપુરુષ પરમ કૃપાળુ ઉપર શ્રદ્ધા દૃઢ થશે તો જપ, તપ, ક્રિયા માત્ર સફળ થઈ, મનુષ્યભવ સફળ થઈ ગયો, દીવો થયો, સમકિત થયું સમજજો.
તારી વારે વાર. જેમાં એક એક ગાથા ચમત્કારિક છે એવી “આત્મસિદ્ધિ' અપૂર્વ છે ! છૂટે દેહાધ્યાસ તો નહિ ર્તા તું કર્મ.” વિચાર ક્યાં કર્યો છે? “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” વિચાર ક્યાં કર્યો છે ! વિચાર કરે તો હમણાં પ્રાપ્તિ થાય. સમયે સોયમ મા પHID' સમય માત્ર પ્રમાદ કર્તવ્ય નથી.
તા. ૧૪-૮-૩૫, શ્રાવણ સુદ પૂર્ણિમા આજે અહીં આવ્યા છો તો કમાણીના ઢગલા થાય છે. દર્શન કરવા મળશે, આત્મહિત માટે સત્સંગમાં આત્માની વાત સાંભળવા મળશે, એવા ભાવથી સમાગમ માટે અહીં આવવા ભાવ કર્યા ત્યાં ડગલે ડગલે જગનનું ફળ કહ્યું છે. તીર્થયાત્રા ઘણી કરી, પણ સાચો દેવ કયો? આત્મા. તે જાણ્યો છે જેણે એવા પુરુષની વાણી સાંભળતાં કોટિ કર્મ ખપી જાય છે, પુણ્યના ઢગલા બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org