________________
ઉપદેશસંગ્રહ-૩
૩૮૧ લૂંટાઈ ન જાય તે માટે શું કરવું? વેદની રોગ આવે છે ત્યારે ભિખારી ભીખના ટુકડા જેવી શાતાને ઇચ્છે છે. સામાયિક, કાયોત્સર્ગ, ધ્યાન, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, સ્વાધ્યાય કરવા દે નહીં. વેદની વિઘન પાડે ત્યારે કરવું શું?
લૂંટારા તો છે. ઘન છૂટું મૂકો તો તો લૂંટારાને લઈ જતાં વાર લાગે નહીં. પણ કોઈ તિજોરીમાં મૂક્યું હોય તો લઈ જવાય નહીં. તેમ ઉપાય શું કરવો?
તપ, જપ, ક્રિયા માત્ર કરી ચૂક્યો. ફક્ત એક આ જીવને સમકિત હોય તો બધું આવ્યું. બઘાને ઉપાય એક સમક્તિ છે. સમક્તિ આવ્યું હોય તો કંઈ લૂંટાય નહીં. બેઠા બેઠા જોયા કરીએ. માટે જ્યાં સુધી વેદની નથી આવી ત્યાં સુધી સમકિત, ઘર્મ કરી લે. ઘર્મ એટલે શું? જીવે તે જાણ્યો નથી.
સમતા, ઘીરજ, ક્ષમા એ અદ્ભુત છે. વેદની આવે ત્યારે સમતામાં રહે; ક્ષમામાં, ઘીરજમાં રહે
આબુ, તા. ૧૫-૬-૩૫ વસિષ્ઠાશ્રમમાં શું જોયું? શાની ઇચ્છા કરી? આત્મા જોયો? કોઈએ આત્મા જોયો?
જીવનો ધંધો બાહ્યનો થઈ પડ્યો છે. અંતરદ્રષ્ટિ થઈ નથી. જીવને રંગ લાગ્યો નથી; પ્રેમ આવ્યો નથી. “પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં' બોલી જાય છે, કહે છે; પણ બધું લૂખું, મોળું, ભાવ-પ્રેમ વગરનું થાય છે. પ્રેમ બીજે વેરી નાખ્યો છે.
ભેદજ્ઞાનથી ભેદ પાડતો નથી. એક વચન મળ્યું હોય તેનું સામાન્યપણું કરી નાખ્યું, અલૌકિકપણું રાખ્યું નહીં. “એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી', એમ મંડી પડ્યો નહીં.
દ્રષ્ટિ ફેરવવી જ જોઈશે. ધ્યાનમાં લેતો નથી. સાંભળી સાંભળી ફૂટ્યા કાન, એવું કર્યું. ચતુરની બે ઘડી, મૂરખના જન્મારા.
જ્યાં જુઓ ત્યાં “તુંહિ તુહિમાંદો થાય, સારો થાય, રોગ થાય, ઝઘડો થાય, ટંટો થાય, ક્રોઘ થાય, માન થાય, રાગ થાય, દ્વેષ થાય ત્યાં બધેય “Úહિ તૃહિ—એક જ ચોંટ નથી થઈ, શ્રદ્ધા નથી થઈ.
મળ્યો છે એક ભેદી રે, કહેલી ગતિ તે તણી, મનજી મુસાફર રે ચાલો નિજ દેશ ભણી;
મુલક ઘણા જોયા રે મુસાફરી થઈ છે ઘણી.” નિજ દેશને પછી છોડે ? આ તો બહાર ભમે છે. પોતાનો દેશ છોડી બહાર ભમે છે ત્યાં બંઘન થયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org