________________
૩૮૦.
ઉપદેશામૃત
આબુ, તા.૧૧--૩૫ આ સ્વપ્નાને સ્વપ્ન જાણવું. એક આત્માની વાત, તેમાં લક્ષ રાખવું. “આત્મસિદ્ધિ'માં વિશેષ ધ્યાન કાળજી રાખશો. જ્ઞાનીને તો તમને રોમેરોમ જગાડી દેવા છે. હું રાજા, હું રંક, હું મનુષ્ય, હું સુખી, હું દુખી આદિ અહંમમત્વથી જીવો છો તેમાંથી એક વખત તો મારી નાખવા છે. એક વખત મારી નાખી, જ્ઞાની ફરી જીવતા કરે છે–મફતિયું જોવાય એવું જીવન જીવતા કરે છે !
આત્મા જોયો નથી. આત્મા નકરો જુદો એક જોવાનું કરવું જોઈએ. તે શાથી થાય ?
ભક્તિના ‘વસ દુહા” યમનિયમ' બહુ પુણ્ય કેરા પુંજથી” “ક્ષમાપનાનો પાઠ વગેરે રોજ ભક્તિ કરવામાં આવે તેથી કોટિ કર્મ ખપી જશે, સારી ગતિ થશે. એકલો આવ્યો છે, એકલો જશે. ભક્તિ કરી હશે તે ઘર્મ સાથે જશે. આત્માને સુખ પમાડવું હોય તો પૈસો ટકો કાંઈ સાથે આવશે નહીં. એક ભજનભક્તિ કરી હશે તે સાથે આવશે. ઘણા ભવ છૂટી જશે. માટે આ કર્તવ્ય છે. તેથી મનુષ્યભવ સફળ થશે.
આખો લોક ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. સૌને માથે જન્મ, જરા ને મરણ રહ્યાં છે. સત્સંગ અને બોઘની જરૂર છે. જો સાંભળે તો ચેતી જાય. એક દિવસ તો દગો જ! તે દિવસે કોઈનું ચાલે એવું નથી. આવું દેવું જીવ માત્રને છે. માટે અત્યારે જ્યાં સુધી સુખશાતા છે ત્યાં સુધી કરી લેવું. એ કંઈ બીજાને માટે નથી. પોતાના આત્માને માટે છે. ભાવ બીજેથી લઈ આ ભાવ કરવા. અહીં સત્સંગમાં પુણ્ય બંઘાય, કર્મની કોડ ખપે, જન્મ-મરણ ઓછાં થાય. જગતની માયાથી તો ભવ વધે છે, દુઃખ ઊભાં થાય છે.
એક આડું આવે છે. શું? તો કે પ્રમાદ, નિમિત્ત બનાવતો નથી તે. અહીં આ નિમિત્ત જોયું તો આ વાત થાય. એક આત્માને સંભારી આપ્યો. એની કાળજી લેવી જોઈએ. સૌથી શ્રેષ્ઠ બોઘ છે. સાંભળ સાંભળ કરે તો સંગ એવો રંગ લાગશે જ.
પણ ખામી શાની છે? પૂર્વકર્મ અને પુરુષાર્થની.
આટલી વાત સાંભળવાની મળે છે તે કંઈ જેવી તેવી વાત છે? કેટલાં પુણ્ય વધ્યાં ત્યારે આ વાત હાથમાં આવી છે ! માટે ડાહ્યા પુરુષે ચેતી જવું, વાત ધ્યાનમાં લેવી. ભૂલ્યો ત્યારથી ફરી ગણ–જાગ્યો ત્યારથી સવાર.
બઘી વાત પડી મૂકીને એક “આત્મા, આત્મા ને આત્મા” એ જ ભાવના કરવી છે. ભરત ચેત, કાળ ઝપાટા દેત.” જ્યાં સુધી શાતા છે ત્યાં સુધી સત્સંગ, બોઘ અને આવી કોઈ પકડ, જે જ્ઞાનીએ કહી છે તે, કરીને મંડી પડો.
આબુ, તા.૧૩-૬-૩૫ - ભક્તિ, ધ્યાન, સ્વાધ્યાય, એક દ્રષ્ટિ, ભાવ, આતમભાવના એ પોતાનું ઘન છે. વેદની આવે છે ત્યારે ઘાડપાડુઓ, ચોર લૂંટારાઓ તે ઘન લૂંટી લે છે. તો તેવે વખતે પોતાનું ઘન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org