________________
ઉપદેશસંગ્રહ-૩
૩૭૯ ક્યાંથી થયો ?' તે વાત મળવી દુર્લભ છે. કાનમાં પડે છે ત્યાં પાપનાં દળિયાં નાશ પામે છે અને પુણ્ય બંધાય છે.
આત્માની વાત આમાં (આત્મસિદ્ધિમાં) કહે છે તે હવે આપણે સાંભળવી જોઈએ.
વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ થઈ ગયો છે; મોક્ષમાર્ગ બહુ દુર્લભ થઈ પડ્યો છે. પણ કોઈ આત્માર્થી, આત્માને ખપી હોય તેને માટે અહીં કહીએ છીએ.
આપણે જોઈએ છીએ તે બધું માયા, મોહ, કર્મ, સ્વપ્ન. એ આત્મા ન હોય. આત્મા હવે જણાવવો છે. જે વિચક્ષણ હશે તે આ લક્ષમાં લેશે. અહીં બે ઘડી બેસવાનું થશે તેમાં કોટિ કર્મ ખપી જશે. બધું મૂકવાનું છે, તે આપણું નહીં. આપણો તો આત્મા. આત્માનું સુખ અનંત છે. તે સદ્ગુરુ જણાવે તો જણાય અને જન્મ-મરણથી મુક્ત થવાય. આખું જગત બાહ્યમાં પડ્યું છે; આત્મામાં કોઈ નથી. આત્માની ઓળખાણ કરવી છે. આત્મા સિવાય હુકમ, હોદ્દા, માન, મોટાઈ કંઈ પોતાનું નથી. તે તો બધું મૂકવું પડશે. દગો છે. આ જીવને અનંતા કાળથી પરિભ્રમણ થયું છે. પણ ધ્યાનમાં લીધું નથી. અંતરમાં આત્મા છે. મને કરી વિચાર કરે ત્યારે સમજ આવશે. અંતરમાં આત્માનો વિચાર કરાવવો છે. નહીં નહીં તું આ નહીં, તે આત્મા, આ બઘાથી જુદો છે. તેનો વિચાર કર.
અનંત પ્રકારનાં કર્મ છે. તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય. જગત આખામાં તેનું રાજ્ય વર્તે છે.
માન મોટાઈ, પૂજા સત્કાર એ કંઈ મારું નહીં. મારો એક આત્મા. જે ખપી છે તે તો ખાશેય નહીં અને પીશેય નહીં. તેનું ચિત્ત તો એક એમાં ને એમાં જ રહેશે. “પ્રીતિ અનંતી પરથકી, જે તોડે તે જોડે એહ.” પ્રેમ બધે વેરી નાખ્યો છે. તે બધેથી એકઠો કરી એક આત્મા ઉપર કરવો છે. “મારું મારું કહે છે તે ભૂલ છે, માયા છે, મોહ છે.
અત્યારે મળેલો મનુષ્યભવ મહા દુર્લભ છે. તો આત્માની ઓળખાણ થાય એ જગા ઉપર જઈને ચેતી લેવું.
- આબુ, તા. ૧૦-૬-૩૫ જ્ઞાની પુરુષના એક વચનની પકડ થાય તો ઠેઠ મોક્ષે લઈ જાય, સમતિ થાય. ઘણી વાર અમે કહ્યું છે, પણ કોઈએ હજુ પકડી લીધું નથી, વિશ્વાસ કર્યો નથી, પ્રતીતિ કરી નથી. પ્રેમ પ્રીતિ ત્યાં જ કરવી જોઈએ. પણ કોઈએ પકડી લીધું નથી. ઓહોમાં કાઢી નાખ્યું છે. અથવા તે વખતે આ સારું છે એમ કહી, પછીથી હરતાં, ફરતાં, ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં બધે એ જ કરવાનું છે, તે ધ્યાનમાં લીધું નથી. ત્યાં કહ્યું ન કહ્યા જેવું કર્યું છે. આ ચર્મચક્ષુ છે, તેને બદલે દિવ્ય ચક્ષુ જોઈએ. “માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ.' જ્ઞાનીઓ ચોખ્ખા શબ્દોમાં મર્મ કહી વહી ગયા છે. ખપી હોય તે તેની પકડ કરી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org