________________
ઉપદેશસંગ્રહ-૩
૩૭૩ એક જ સત્સંગ થયો હતો. પરંતુ ભાવ, પરિણામ તે સત્સંગમાં ઉત્કૃષ્ટ થવાથી કામ થઈ ગયું. તેમ અહીં પણ સાંભળ સાંભળ કરતાં ભાવ પરિણામ તદ્રુપ થતાં કામ થઈ જાય એવો મહા દુર્લભ સત્સંગ છે. એવાં ભાગ્ય ક્યાંથી હોય કે જ્ઞાનીનાં વચનો કાને પડે ? “રાંકને હાથ
રતન !'
આબુ, તા.૨૪-૪-૩૫ શ્રીમદ્ રાજચંદ્ર'માંથી પત્રાંક ૫૭૦ નું વાંચન :
અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિયત્વ અને અવ્યાબાદ સમાધિસુખ ભાનમાં આવતું નથી.”
સહજ સ્વરૂપ પોતાનું છે. આ દેખાય છે તે તો અનિત્ય છે, પુલ છે, જડ છે. ત્યારે હવે કોઈ છે ? બઘાને જાણનાર અને જોનાર છે તે આત્મા છે. તે નિત્ય છે. તેનું ઐશ્વર્ય અનંત છે. તેને કદી સંભાળ્યો નથી. તેની સંભાળ પડી મૂકી પારકી પંચાતમાં જગત આખું પડી ગયું છે.
સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ અસહજ થઈ ગયો છે. અનાદિથી પોતાને ભૂલી ગયો છે. મરણ આવશે. પોતાનું માનેલું બધું મૂકવું પડશે. પોતાનું શું છે ? તે ઓળખી લેવા આ મનુષ્યભવ એ દાવ આવ્યો છે.
૦ ૦ ૦ ઠાકોર ગઈ કાલે આવ્યા હતા. આ ય ઠાકોર છે, આ ય ઠાકોર છે. બઘા આત્મા છે. કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, ઠાકોર નથી; આત્મા છે. ગઘેડાનું પૂંછડું પકડ્યું તે કેમ છોડાય ? મતિ અને શ્રુત અજ્ઞાન તો હજામ જેવાં છે તેની સલાહ લે છે. પોતાનું પકડેલું મૂકવું કઠણ છે. એ કરતાં તમે બધા ભાગ્યશાળી છો કે વસ્તુને પ્રાપ્ત કરેલ પુરુષને વળગ્યા છો. જહાજની પાછળ નાવડાં જોડ્યાં હોય તો તે ઠેઠ જહાજ જાય ત્યાં જાય છે. ગાડીની પાછળ ડબો જોડાયો, આંકડો ભરવાયો તો જ્યાં ગાડી જશે ત્યાં જવાશે. તેમ જેના હાથમાં દોર આવ્યો છે તે સંસારકૂપમાં ડૂબશે નહીં, પણ બહાર નીકળશે. શ્રદ્ધા એ ઘર્મનું મૂળ છે.
આખો સંસાર ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. સર્વ જીવો જન્મમરણાદિ દુઃખમય પરિભ્રમણમાં રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું ? તેમાંથી બચવા શું કરવું ?
૧. મુમુક્ષુ–સત્સંગ. ૨. મુમુક્ષુ–સસ્કુરુષની ભક્તિ. ૩. મુમુક્ષુ–સપુરુષના આશ્રયે વાસનાનો ક્ષય કરવાનો પુરુષાર્થ. ૪. મુમુક્ષુ–આત્માનો નિશ્ચય કરી લેવો. ૫. મુમુક્ષુ બાહ્ય અને અંતર પરિગ્રહને ત્યાગી જ્ઞાનીનાં ચરણમાં વાસ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org