________________
૩૭૨
ઉપદેશામૃત “જાગ્યા ત્યાંથી સવાર;” ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. આત્મા તો મરવાનો છે નહીં. ત્યારે તેની સંભાળ હવે લો. “સબ સબકી સંભાલો મેં મેરી ફોડતા હૂં.” પોતાની–પોતાના આત્માની સંભાળ આટલો એક ભવ લો.
પાંડવોને શત્રુંજય પર્વત ઉપર શત્રુઓએ લોઢાનાં તપાવેલાં બખ્તરો પહેરાવ્યાં, ભયંકર ઉપસર્ગ કર્યો. પરંતુ પાંડવો દેહાધ્યાસ છોડી આત્મધ્યાનમાં તલ્લીન રહ્યા, આત્મધ્યાનમાં અચળ રહ્યા અને શિવપદને પામ્યા. પાંડવોએ શું કર્યું ? “આત્મા પોતાનો છે; તે તો અજર, અમર, દેહાદિ કર્મ નોકર્મથી ભિન્ન, જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાન-દર્શન-ઉપયોગમય, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવવાળો છે અને ઉપસર્ગ આદિ શરીરને થાય છે; આત્માને અને તેને આકાશ અને ભૂમિના જેટલું છેટું છે.” એમ ભેદજ્ઞાનથી આત્મધ્યાનમાં અચળ રહ્યા. - આપણા ઉપર પણ એવા ઉપસર્ગો આવશે. મરણ તો એક કાળે બઘાને આવશે. તો તે માટે તૈયાર થઈ જવું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો.
સોનાને ગમે તેટલું અગ્નિમાં તપાવો તોપણ સોનાપણું તજતું નથી. તેમ જ્ઞાનીને રોગ, દુઃખ, કષ્ટ, ઉપસર્ગ, મરણ આદિના ગમે તેટલા તાપ આવી પડે તોપણ પોતાનો જ્ઞાનસ્વભાવ તે તજતા નથી.
આબુ, તા.૫-૪-૩૫ બોઘની ખામી છે. સાંભળવાની જરૂર છે. સાંભળ સાંભળ કર્યો કોઈ વખત કરવા મંડી પડાશે અને કામ થઈ જશે.
એક રાજા મરણ પામ્યો. તેનો કુમાર નાની ઉંમરનો હતો. તેને મારી નાખી રાજ્ય લઈ લેવાની પિત્રાઈઓએ જાળ રચી. પ્રધાને રાણીને વાત જણાવી. રાણી કુમારને લઈ નાસી છૂટી. કોઈ ગામમાં ખેડૂતને ત્યાં આવી રહી. તેનું કામ તે કરતી. કુમાર ખેડૂતનાં વાછરડાં ચારવા જંગલમાં ગયો. વાછરડાં છૂટાંછવાયાં જંગલમાં જતાં રહ્યાં. કુમાર તેમને ખોળતો ખોળતો એક ગુફા પાસે આવી પહોંચ્યો. ત્યાં એક મુનિને જોયા. તે મુનિ કેટલાક શિષ્યોને બોધ આપી રહ્યા હતા. તે સાંભળવા કુમાર બેઠો. બોધ બહુ મીઠો લાગ્યો. “આ બહુ સારું કહે છે, લાવ હું ય એમ કરું, એમ જ મારે કરવું છે.' એવા ભાવમાં તેના પરિણામ ઉત્તમ થયાં. વાછરડાં તો બઘાં પાછાં વળી ગયાં હતાં. તે ગુફામાંથી નીકળી ઘર તરફ આવતો હતો. ભાવ પરિણામ બોઘમાં હતાં, વેશ્યા ઉત્તમ હતી. ત્યાં રસ્તામાં વાથે પકડી મારી નાખ્યો. ઉત્તમ વેશ્યાના બળે મરીને દેવ થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ઘનાભદ્ર નામનો સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીનો કુમાર થયો. તે ભવે ચારિત્ર પામી મોક્ષે ગયો.
૧. કેટલાક પુરબિયા ઉજાણી કરવા નદી-કિનારે ગયા હતા. દરેકે પોતપોતાનો જુદો ચોકો કરી રસોઈ કરી. પછી નદીમાં નાહવા માટે બધા ગયા. નાહીને પાછા આવ્યા ત્યારે એક પુરબિયાને શંકા પડી કે મારો ચોકો કયો હશે. તે નક્કી કરવા તેણે એક પથરો ઉપાડી બઘાને કહ્યું, “સબ સબકી સંભાલો મેં મેરી (હાંડી) ફોડતા હું, એટલે સી પોતપોતાની હાંડીઓ સંભાળી બેઠા. એટલે એણે પથરો નાખી દઈને પોતાનો ચોકો સંભાળી લીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org