________________
ઉપદેશસંગ્રહ-૩
૩૭૧ એ જ ઘર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાઘ સ્વરૂપ.” તેનો વિચાર ક્યાં કર્યો છે ? “કર વિચાર તો પામે.” આ લબ્ધિવાક્ય છે.
જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી,' એમ થયું છે. અલૌકિક ભાવે નમવું જોઈએ, અલૌકિક ભાવે જોવું જોઈએ. તેનું સામાન્યપણું થઈ ગયું છે. તેથી અલૌકિક ફળ કેમ થાય ?
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય.”–સમ્યગ્દર્શન આમ સુલભ છે! પણ વિચાર નથી આવ્યો. રોજ બોલી જાય છે, પણ ઊંડો ઊતરી વિચારતો નથી.
લાખો કરોડો રૂપિયા હશે પરંતુ એક પાઈ પણ સાથે લઈ જવાનો નથી. આમાંનું કંઈ મુખપાઠ કર્યું હશે, રોજ ફેરવવાનું રાખ્યું હશે તો તે ધર્મ સાથે લઈ જશે.
આબુ, તા. ૪-૪-૩૫ ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આવાં હથિયાર છે; પણ લઈને વાપર્યા નથી. ચોખાં અને છોડાં જુદાં છે એમ જાણે છે તે છોડાં મૂકીને ચોખાને પ્રાપ્ત કરે છે. તેમ આત્મા અને કર્મ જુદાં છે એવા ભેદજ્ઞાનના અભ્યાસથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા મરતો નથી, બળતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી. આત્મા મરતો નથી એવો નિશ્ચય થઈ જાય તો કેવી નિરાંત થઈ જાય !
આ વચનો કાને પડે છે તે કેવાં મહાભાગ્ય ! કોટિ કર્મ અહીં ખપે છે. આ ભક્તિ છે. ભક્તિ એ જ ભવથી તારનાર છે. મનુષ્યભવ મહા દુર્લભ તેથી જ કહ્યો છે. વ્યાધિ થઈ નથી, વૃદ્ધાવસ્થા આવી નથી ત્યાં સુધી આત્માની સંભાળ લઈ લે. પૈસાટકા, માન-મોટાઈ, માસ્મતારું એ બઘી રાખે છે. પોતાનો એક આત્મા છે. લાખો રૂપિયા એકઠા કરશો તોપણ અહીં મૂકીને જશો; કોઈ સાથે લઈ ગયા નથી અને લઈ જવાના નથી.
કમાણીના ઢગલા અહીં સત્સંગમાં થાય છે. વચનો સંભળાય છે તે પ્રમાણે આત્મા પરિણમી જાય ત્યાં કોટિ કલ્યાણ થાય છે. એકલો આવ્યો છે, એકલો જશે. લૂંટંલૂંટ લહાવો લઈ લેવાનો આ જોગ આવ્યો છે ! શું કરીએ ? અધિકારી નથી. ખામી શાની છે ? આ બધા ઊંઘે છે. હજુ જાગતા નથી. મોહનિદ્રામાં ઊંઘે છે એ ખામી છે. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.' લૌકિક ભાવમાં કાઢી નાખ્યું છે. અલૌકિક ભાવ આવ્યો નહીં. અનાદિથી ઊંઘમાં ગયું. હવે જાગૃત થાઓ. લૂંટંલૂંટ લહાવો લઈ લો. સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી. “સમર્થ ગોયમ મા પમાણ’ ફટાક લઈને શીશી ફૂટી જાય તેમ દેહ છૂટી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org