________________
૩૭૦
ઉપદેશામૃત મોટા થશે. માયાથી મૈત્રીનો નાશ હોય છે. જે સરળ છે એ ઘર્મ પામવાના ઉત્તમ પાત્ર છે. ઢોહો સવ્ય વિસ' લોભથી સર્વ નાશ પામે છે. લોભ છૂટ્યો તેને સમકિત પામવાનું કારણ થાય છે. ચારે કષાયોનો વિસ્તાર કરવામાં આવે તો પુસ્તક ભરાય. મોક્ષમાર્ગમાં આગળ વઘનારે તે બઘા મૂકવાના છે.
હર્ષ-શોક કરવો નહીં. બધાંને ચાલ્યા જવાનું છે. સંયોગ છે તેનો વિયોગ થવાનો જ છે. આત્મા મરતો નથી. પર્યાયનો નાશ થાય છે. આત્મા અવિનાશી છે. તેની ઓળખાણ કરવાનો આ અવસર આવ્યો છે. દરરોજ નિયમિત ભક્તિ કરવી. વીસ દુહા, ક્ષમાપના, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ, “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે' દરરોજ ફેરવવું.
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” તેનો અર્થ વિચારવો. ચમત્કારિક છે ! ભક્તિમાં મંડ્યા રહો.
આ કાળમાં એક સમકિત સુલભ છે, સહેલું છે. શ્રદ્ધા, પ્રતીતિ, વિશ્વાસથી પકડ કરી લો. કાળનો ભરૂસો નથી; પંખીના મેળા છે. ઘર્મ થાય તેટલો કરી લો.
આબુ, તા. ૨-૪-૩૫, રાત્રે આત્મસિદ્ધિ” અને “છ પદ'નો પત્ર ચમત્કારિક છે. લબ્ધિઓ પ્રગટે તેવું છે. રોજ ફેરવો તો પણ કર્મની કોડ આપે છે. નવે નિદાન અને અષ્ટસિદ્ધિ એમાં રહી છે.
રાંકને હાથ રતન—બાળકને હાથ જેમ સોનામહોર હોય અને કાંકરો હોય તો બે ય સરખાં છે; તેમ યોગ્યતા વિના, અઘિકારીપણા વિના જીવોને તેનું માહાત્ય સમજાતું નથી. અલૌકિક ભાવે, અલૌકિક દ્રષ્ટિએ જોવું જોઈએ, તે જોવાતું નથી. કૃપાળુદેવે પ્રથમ ચાર જણને જ આત્મસિદ્ધિ આપી હતી, બીજા કોઈને વંચાવવાની, સંભળાવવાની, મુખપાઠ કરવા આપવાની મનાઈ હતી. માત્ર સૌભાગ્યભાઈએ એનું માહાસ્ય જાણ્યું હતું. આત્મા આમાં આપ્યો છે એમ તેમને સમજાયું હતું. અલૌકિક માહાભ્ય તેનું યોગ્યતા વિના લાગતું નથી. પાંચસો પાંચસો ગાથાઓનો સ્વાધ્યાય કરે તેના કરતાં આ સ્વાધ્યાય અલૌકિક છે ! ઝવેરીને જ નંગની કિસ્મત હોય છે; બાળકને તેની કિસ્મત હોય નહીં.
આજ જેને હોય તેને મુખપાઠ કરવા આજ્ઞા મળી છે; કારણ કાળ કઠિન છે. યોગ્યતા આવે તો કામ થાય. જિજ્ઞાસા વઘારો, ખામી દૂર કરો. જિજ્ઞાસા જોઈએ તેવી નથી. એનો જ ખપી થાય તો એક ગાથામાં પણ ચમત્કાર છે. તેનું માહાત્મ સમજાય, અલૌકિક ભાવ આલે. ઓહો ! આ તો મારે મોઢે છે, એમ સામાન્ય કરી નાખી ભૂંડું કર્યું છે. ગહન અર્થથી ભરપૂર છે તે કોણે જામ્યો છે ?
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org