________________
ઉપદેશસંગ્રહ-૩
૩૬૯ આવ્યું નથી તો સમતિની શી વાત ? છતાં સમકિત સરલ છે, સુગમ છે, સહેલું છે. “સવને ના વિજ્ઞા’ સત્સંગમાં પરોક્ષ આત્માની શ્રદ્ધા થાય છે. તેમાંથી પ્રત્યક્ષ થાય છે. પ્રથમ પરોક્ષ કરવા સત્સંગ, સદ્ગોઘની જરૂર છે.
આબુ, તા.૩૧-૩-૩૫ ‘જે જાણું તે નવિ જાણું, નવિ જાણ્યું તે જાણું'—જાણવા યોગ્ય એક આત્મા છે. અન્ય સર્વ છાંડવા યોગ્ય છે.
હરતાં ફરતાં, બોલતાં ચાલતાં, જ્યાં નજર પડે ત્યાં એક આત્મા જોવાય તો કામ થઈ જાય. પરોક્ષ પણ માન્યતા એમ રહે કે મેં નહીં પણ મારા જ્ઞાનીએ તો આત્મા જોયો છે, બસ તેવો જ મારે માન્ય છે. આત્મા સિવાય અન્ય કાંઈ મારું નથી. એમ પરોક્ષ લક્ષ રહે તો તેમાંથી પ્રત્યક્ષ થઈ જશે.
સંસાર આખો ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. તેમાંથી બચાવનાર એક સમકિત છે. તે કરી લેવા જાગ્રત થવા આ અવસર આવ્યો છે. તેની ભાવના રાખવી.
સંત પાસેથી જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ રાખવો. વીસ દુહા, ક્ષમાપના–આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયિક સમકિત પમાડશે; કારણકે આજ્ઞા છે, તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતાનુસાર જે જે આજ્ઞા મળી હોય તે આરાઘવા મંડી પડવું; પછી તેનું ફળ થશે જ.
સત્ અને શીલા એ યોગ્યતા લાવશે. અને છેવટમાં કહી દઉં ? આ છેલ્લા બે અક્ષર ભવસાગરમાંથી બૂડતાને તારનાર છે. તે શું છે? તો ભક્તિ, ભક્તિ અને ભક્તિ. સ્વરૂપભક્તિમાં પરાયણ રહેવું.
આબુ, તા.૧-૪-૭પ જ્યાં સુધી કાયા સારી છે ત્યાં સુધી ઘર્મ કરી લો; પ્રમાદ કર્તવ્ય નથી. મનુષ્યભવ મહા દુર્લભ છે. એકલો આવ્યો છે અને એકલો જશે. એક ઘર્મ સાથે છે. માટે ચેતી જાઓ. આવો જોગ ફરી મળવો દુર્લભ છે. આ શરીર સારું છે, ત્યાં સુધી તેનાથી કામ કરી લેવું. ભક્તિ કરવામાં આ મનુષ્ય દેહનો ઉપયોગ કરી લેવો. આ હાડકાં, ચામડાં, લોહી એ કાંઈ આત્મા છે? આત્મા અપૂર્વ વસ્તુ છે. તેનું સુખ અચિંત્ય છે. ખાતાં, પીતાં, હરતાં, ફરતાં એક ચાવી આવી ગઈ છે એવા જ્ઞાની બંઘાતા નથી.
ક્રોધ, માન, માયા અને લોભ એ મોક્ષમાર્ગમાં જનારે મૂકવાનાં છે. લાખ વર્ષનું ચારિત્ર હોય, પણ ક્રોઘથી બળીને ભસ્મ થઈ જાય અને નરકે લઈ જાય એવો મહા વેરી ક્રોઘ છે. માન છે તે પણ મોટો વેરી છે. વિનય એ ઘર્મનું મૂળ છે. વિનય છે, લઘુતા છે–છોટા છે તે
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org