________________
૩૬૮
ઉપદેશામૃત
આબુ, તા. ૨૬-૩-૩૫ આત્માનું અનંત સુખ છે. આત્માને ગષવો. તેનો વિચાર કર્યો નથી. નિવૃત્તિમાં આત્મવિચાર અને અપૂર્વ આત્મલાભ થઈ શકે છે. જ્ઞાનીઓ એટલા માટે નિવૃત્તિને જ ઇચ્છે છે.
આબુ, તા. ૨૯-૩-૩૫, ફાગણ વદ ૯, ૧૯૯૧ “શ્રીમદ્ રાજચંદ્રમાંથી પત્રાંક ૪૩૧ નું વાંચન :
આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થકરનો આશય છે.”
ઉજાગર અવસ્થા એટલે શું ?
સપુરુષના એકેક વાક્યમાં અનંત આગમ સમાયા છે. આ પત્રમાં ગહન અર્થ રહ્યો છે. સર્વ જીવો મોહનિદ્રામાં ઊંધે છે. જ્ઞાની જાગૃત થયા છે. જડ અને ચેતન બે પદાર્થો જ્ઞાનીએ જુદા જાણ્યા છે.
અનાદિથી આ જીવ મોહનિદ્રામાં સૂતો છે. જ્યાં જ્યાં જન્મ્યો છે, ત્યાં ત્યાં લોલીભૂત, તદાકાર થઈ ગયો છે. દેહને પોતાનો માની તેની સાથે એકાકાર થઈ વર્યો છે. સંજોગ છે તેમાં હું ને મારાપણું જ્યાં ત્યાં કરી બેઠો છે. હું વાણિયો છું, પાટીદાર છું, બ્રાહ્મણ છું, સ્ત્રી છું, પુરુષ છું, સુખી છું, દુઃખી છું, દરજી છું, સુથાર છું એમ સંજોગ અને ઘંઘાને લઈને જે નામ પડ્યાં તેમાં હું ને મારાપણું કરી બેઠો છે. શું આ આત્માનું સુખ છે? આત્માનું સુખ તો અનંત છે. તે જ્ઞાનીએ જાણ્યું છે.
“હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?" આત્માની સંભાળ કદી લીધી નથી. એને સંભાળ્યો નથી. હવે ચેતી જવા અવસર આવ્યો છે. મનુષ્યભવ મહા દુર્લભ છે. આત્માની ઓળખાણ વગર અનંત ભવ ગયા. આ ભવમાં ઓળખાણ કરી લેવા અવસર આવ્યો છે. શીલવ્રત મહાવ્રત છે. સંસારસમુદ્રને કાંઠે આવી પહોંચેલાને તે વ્રત આવે છે. “નીરખીને નવયૌવના લેશ ન વિષયનિદાન—એ પદ અલૌકિક છે.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” યોગ્યતા વિના અટક્યું છે. ગુરુગમની સર્વ જીવોને જરૂર છે. તે વિના તાળાં ઊઘડે નહીં. સપુરુષની પ્રતીતિ, શ્રદ્ધા, વિશ્વાસની ખામી છે.
“આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન.” આત્મસિદ્ધિ' ચમત્કારિક છે, લબ્ધિઓથી ભરેલી છે. મંત્ર સમાન છે. માહાસ્ય સમજાયું નથી. છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે તેમ છે.
કેવળજ્ઞાન, પરમાર્થ સમ્યકત્વ, બીજરુચિ સમ્યકત્વ તો શું, પણ માર્ગાનુસારીપણું પણ હજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org