________________
ઉપદેશસંગ્રહ-૩
૩૬૭ સત્સંગમાં સાંભળતાં દશ હજાર વર્ષનું નરકનું આયુષ્ય તૂટે છે અને દશ હજાર વર્ષનું દેવનું આયુષ્ય બંઘાય છે.
રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તીનુ કાલ;
ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ.” પારકી પંચાત મૂકી જિન એટલે આત્માનો ઉપદેશ ત્રણ લોકમાં ઉત્તમ છે તેને સાંભળ અને કર લે નિજ સંભાળ.
જિન સો હી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ;
કર્મ કરે સો જિનબચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ.” જિન છે એ આત્મા છે. અન્ય સર્વ જગતમાં દેખાય છે તે પુદ્ગલ છે; કર્મ છે. જિનવચન, જ્ઞાનીનાં વચન કર્મ કાપવામાં સમર્થ છે. એ તત્ત્વજ્ઞાનીનો મર્મ છે.
જબ જાન્યો નિજરૂપકો. તબ જાન્યો સબ લોક;
નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.” આખા ગામની ફોઈ,' “પંચાતિયાનાં છોકરાં ભૂખે મરે.” એમ વિકથામાં કાળ ગુમાવી દેવામાં પોતાના રૂપને જાણ્યું નહીં તેથી જે જાણ્યું તે બધું ફોક. હવે તો તારા આત્માને સંભાળ. પર વસ્તુને સંગ્રહીને બેઠા છો તે ચોર છો. પોતાની વસ્તુ સંભાળો. સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ, પ્રમોદભાવ, મધ્યસ્થભાવ, કરુણાભાવ ભાવો. હાલતાં ચાલતાં આત્મા જુઓ, સ્મરણ કરો.
એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનપે ભાવ;
- જિનસે ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુ:ખદાવ.” ભાવ જગતમાં છે તે ઉઠાવી જિન, શુદ્ધ આત્મા ઉપર કરો. જિન ઉપર ભાવ નથી, આત્મા જોવા લક્ષ નથી એ જ દિશાની મૂઢતા છે. આત્મા સંભાળો. તે ઉપર ભાવ વગર દુઃખદાવ છૂટશે નહીં.
“વ્યવહારસે દેવ જિન, નિહચર્સે હૈ આપ;
યે હિ બચનસે સમજ લે, જિન-પ્રવચનકી છાપ.” વ્યવહારથી જિન એ દેવ છે. નિશ્ચયથી “આપ–શુદ્ધ એવો પોતાનો આત્મા એ જ દેવ છે. એ વચનથી જિન પ્રવચનની છાપ સમજી લે.
પરમ કૃપાળુદેવના આવા નાના નાના ટુકડામાં એવા એવા મર્મ ભર્યા છે, પણ ઘોળીને પી જવાયા નથી. તોપણ વિશ્વાસ અને પ્રતીતિ રાખશે એવા હજારો જીવોનું પણ કામ થશે.
હાલતાં, ચાલતાં, હરતાં, ફરતાં, એક પગલું પણ ભરતાં, ગમે તો આસ્રવમાં પણ જો આત્મા જોવાશે તો સમાધિમરણ થશે. જોનાર ને જાણનાર આત્મા બઘાથી ન્યારો ને ન્યારો જ રહે છે તે અજર છે, અમર છે, અવિનાશી છે. એ જ્ઞાનીએ જાણ્યો છે, એવો જ મારો આત્મા છે તે માટે માન્ય છે. તેને સંભાળવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org