________________
૩૬૬
ઉપદેશામૃત કરી શકાય છે. કોઈ એક ભેદી મળવો જોઈએ. તેનાથી સમજણ આવવી જોઈએ. “જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કોટિ કર્મનો છેદ.' સમયે ગોમ મા માઉસમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી.
જીવ ઊંઘમાં છે, તેથી કર્મ બંધાય છે. જાગૃત થાય તો કર્મ બંઘાય નહીં. “હે જીવ ! પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા. નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.”
કર્મ ન બંધાય તેનો ઉપાય હશે ને ? “હું” ને “મારું” જ્યાં મનાય છે ત્યાં કર્મ બંધાય છે. “હું” ને “મારું” જેને ટળી ગયું છે તેને કર્મબંઘ થતો નથી. આંટી પડી ગઈ છે તેને ઉકેલવી પડશે. યોગ્યતા નથી, નહીં તો આંખ મીંચીને ઉઘાડીએ એટલી વારમાં સમકિત થાય છે. પણ સિંહણનું દૂઘ માટીના વાસણમાં રહી શકે નહીં. સોનાનું વાસણ જોઈએ. માટે યોગ્યતા લાવો.
યોગ્યતા એટલે સદાચરણમાં વર્તો. સદાચરણ તે સત્ શીલ અને આત્મભાવનાને પુરુષાર્થ કર્યા કરો.
ચર્મચક્ષુથી જોવાય છે. તે મૂકીને દિવ્ય ચક્ષુ જોઈએ. “જગત આત્મારૂપ જોવામાં આવે આત્મા પહેલો હોય તો જગતમાં આ બધું જોવાય-જણાય છે. આત્મા ન હોય તો આ બઘાં મડદાં છે. તે આત્મા યથાર્થ તો અનંતા જ્ઞાની જે મોક્ષે ગયા, સિદ્ધ થયા તેમણે જાણ્યો છે. તેવો જ યથાર્થ આત્મા જ્ઞાની એવા સદ્ગુરુએ જાણ્યો છે. તેવી જ સિદ્ધ સમાન શુદ્ધ મારો આત્મા છે, તે જ મારું સ્વરૂપ છે. તેથી અન્ય આ જગતમાં કાંઈ મારું નથી. એમ “આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.'
“વૃત્તિને ક્ષય કરવી.” “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.” સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય ભક્તિ છે, સ્મરણ છે. શ્રવણ કરવું તે પણ ભક્તિ છે. સ્મરણ છે તે હરતાં, ફરતાં, દરેક કામ કરતાં કરવાથી પણ ભક્તિ છે, આસ્રવમાં પણ સંવર થાય છે. ક્રોધ વખતે પણ આત્મા છે એમ સંભારાય; વઢવાડ થાય, તકરાર થાય, માંદો થાય, રોગ આવે–બઘી વખતે આત્મા છે' એમ આત્મા જોવાય તો કામ થઈ જાય. બઘાને જોનાર ને જાણનાર, બઘાથી ન્યારો ને ન્યારો જ છે તે જ આત્મા છે. તે મેં જાણ્યો નથી, પણ અનંતા જ્ઞાનીઓએ અને સદ્ગુરુએ જાણ્યો છે તે માટે માન્ય છે, એમ દૃઢ કરવા યોગ્ય છે.
“હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ,
માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” એમ હરતાં ફરતાં આસ્રવમાં પણ આત્મા સંભારાય તો સંવર થાય છે. જ્ઞાની પાસે એવી ચાવી છે કે દરેક પ્રસંગમાં હાલતાં ચાલતાં, બેસતાં ઊઠતાં, પગ મૂકતાં આત્મા જોવાય છે. “જગત આત્મારૂપ જોવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.” રોગ આવે, મરણ આવે તોપણ જ્ઞાનીને મહોત્સવ છે. યોગ્યતા આધ્યે ચાવી મળે તો આત્મા દેખાય. “માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ” આત્મા સંભાળાય, સ્મરણ, ભક્તિ, એક શબ્દ “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે' એમ સ્મરણમાં ઉપયોગ જોડાય તો કોટિ કર્મ ખપે છે. એક શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org