________________
ઉપદેશસંગ્રહ--૩
૩૬૫
પૂર્વકર્મ અને પુરુષાર્થથી. પૂર્વકર્મ છે તો આ મનુષ્યભવ મળ્યો છે; સત્સંગ, સત્પુરુષનો જોગ આ બધું મળ્યું છે. તેથી હવે લાગ આવ્યો છે. તૈયાર થઈ જાઓ. પુરુષાર્થ કરો. સત્ અને શીલ એ પુરુષાર્થ છે.
શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, અનંત સુખમય મોક્ષસ્વરૂપ પરમાત્મા-સિદ્ધ-સમાન સર્વ જીવો છે. જ્ઞાનીની ભક્તિસહિત સત્સંગમાં આત્માની વાત સાંભળવી એ પુણ્યનું કારણ છે—કોટિ કર્મનો નાશ થાય છે. માટે પુરુષાર્થ કરો. ઝબકે મોતી પરોવી લો. મરણ તો બધાને એક વખત આવશે. તે પહેલાં ચેતી જાઓ. ‘સમય ગોયમ મા પમાણુ' એ વાક્ય ચમત્કારિક છે. સમય માત્ર પ્રમાદ કર્તવ્ય નથી.
✰✰
તા. ૨૭-૧૨-૩૪
શાં શાશ્વતાં સુખ આત્માનાં છે ! કહ્યાં કહેવાય તેવાં નથી ! ઇન્દ્ર, ચક્રવર્તી આદિનાં સુખ, સર્વાર્થસિદ્ધિનાં સુખ પણ કંઈ હિસાબમાં નથી. સાંસારિક સુખ બધાં નાશવંત છે, પરાધીન છે. આત્માનું સુખ અનંત છે, સ્વાધીન છે. મોહનું પ્રાબલ્ય એટલું બધું છે કે આ શ્રદ્ધા અચળ થવા દે જ નહીં. મનુષ્યભવની દુર્લભતા કેટલી બધી છે ? ભાવ ફર્યા તો કેવળજ્ઞાન ! તે મનુષ્ય ભવમાં જ થાય છે. માટે આ મનુષ્યભવ સફળ કરી લેવા જાગૃત થાઓ, જાગૃત થાઓ.
આ રોગ થયો છે, અશાતા વેદનીનો ઉદય થયો છે તે વખતે જો એવી સમજ રહે કે “આ રોગ તો દેહમાં થાય છે; તે તો કર્મ છે. તેને જોનાર જાણનાર એવો હું તો આત્મા છું. હું તો રોગાદિથી કેવળ ન્યારો છું. તે કર્મ ખપે છે ત્યાં મને થાય છે, એમ મારે કર્તવ્ય નથી. જ્ઞાનીએ જોયો છે, અનુભવ્યો છે એવો આત્મા તે મારો છે, તે હું છું. તે તો રોગાદિથી કદી પણ વિનાશ પામવા યોગ્ય નથી.'' આવી સમજ રહે, પોતાને દેહાત્મબુદ્ધિ છૂટી જ્ઞાતા-દ્રષ્ટા ભાવ રહે તો કર્મક્ષય થાય. પણ જો પોતાને થાય છે એમ માને, હર્ષ શોકયુક્ત થાય તો તે દેહાત્મબુદ્ધિથી નવીન એવી અનંત અશાતાનો બંધ પાડે. સમજ મોટી વાત છે. ભેદવિજ્ઞાન કર્મઅરિને છેદવા પ્રબળ અસિધારા છે.
તા. ૨૫-૧-૩૫
રાગ-દ્વેષ અને મોહ એણે આખા જગતને વશ કર્યું છે. જન્મ-મરણ કરાવનાર મોટામાં મોટા શત્રુ એ છે. કોના ભાર છે કે એનો જય કરી શકે ? એક વીતરાગે એ અનાદિકાળના શત્રુ–રાગદ્વેષ અને મોહતેનો ચોટલો ઝાલીને ઝીંક્યા છે, ચૂરેચૂરા કરી નાખ્યા છે. ધન્ય છે તે અરિહંત વીતરાગને !
“ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.’’
તો કર્મ હવે ન બંધાય તે માટે શું કરવું ? જ્ઞાની પાસેથી ચાવી શું મળી છે જેથી કર્મબંધ ન થાય ? ‘સદ્દિદી ન રેફ પાવં' ચિંતામણિ જેવો આ મનુષ્ય દેહ મળ્યો છે. તેમાં ચહાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org