________________
૩૬૪
ઉપદેશામૃત છે; આ નથી જોતો. પર્યાય દેખીને તેને આત્મા માન્યો. “ઘરડો છું, દુખિયો છું'—એ બધું ખોટું માન્યું છે. તે મોક્ષસ્વરૂ૫ છો.
એ જ ઘર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” તું આવો નથી. બાઘાપીડારહિત, અનંત જ્ઞાનદર્શનવાળો તું છું. વિશ્વાસ આવશે? ખોટું એને સાચું માનવું એ કેવી મોટી ભૂલ ! મૂળ વસ્તુ વિચારી નથી. અજર, અમર, અવિનાશી, શાશ્વતો ! નથી સ્ત્રી, નથી પુરુષ એવો તું આત્મા છું. અમે કહીએ છીએ તે સાચું માન. વિચાર આવ્યો તો આનંદ આનંદ થઈ જાય.
શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ;
બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.” આ ત્રણ ગાથાઓમાં આમ પકડાવી દીધો છે. મરણકાળે આ ત્રણ ગાથાઓમાં ઉપયોગ જોડાયો તો કામ થઈ જાય. એનો ભેદી મળે અને પકડ થાય, વિચાર કરે તો પામે, સમાધિમરણ આવે.
એક દિવસ દેહ તો પડશે, મરણ તો આવશે ત્યારે જોઈ લો ! જિહા સુકાઈ જશે, કાને સંભળાશે નહીં, આંખની સત્તા જતી રહેશે. અધૂરાં મૂકીને આવ્યો છે, અધૂરાં મૂકીને જવાનો, બઘા ગયા મૂકી મૂકીને. કાળ કોઈને છોડે છે ?
મહેમાનો, અવસર આવ્યો છે. આ ચમત્કારિક ગાથા આત્માને સમજવા માટે છે. લોકદ્રષ્ટિમાં કાઢી નાખ્યું. અલૌકિક દ્રષ્ટિએ ના જોયું. મરણની વેદની છે ત્યાં બોઘ સાંભરી આવે તો કામ થઈ જાય. આવું દુઃખ ભલેને રહ્યું. પણ મારું તો આવું–શુદ્ધ, બુદ્ધ, ચેતન્યઘન, સ્વયજ્યોતિ સુખધામ, એવું–આત્મસ્વરૂપ છે. વેદની, રોગ, મરણ કોઈ મારાં નથી. એને જોનાર-જાણનાર જુદો પડ્યો–ભેદવિજ્ઞાનથી. “કર વિચાર તો પામ.”
રોગ તો જ્ઞાની અજ્ઞાની બન્નેને ભોગવ્યે જ છૂટકો છે. પરંતુ જ્ઞાની કહે છે : “આથી બમણી વેદની આવને, તારા ઘરમાં હું રહીશ ત્યારે ને ? ક્ષમા, સહનશીલતા, સંતોષ, ઘીરજ, સમતા એ સુંદર આત્માના ઘરમાં હું રમણ કરીશ. પછી વેદની મને શું કરવાની છે ?” જ્ઞાની ભેદવિજ્ઞાનથી પરમાં પરિણમી જતા નથી. પરંતુ જ્ઞાતા-દ્રષ્ટા-સાક્ષી રહે છે, જ્યારા ને ન્યારા રહે છે.
તા. ૨૬-૧૨-૩૪ આત્મા એ આખા જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ છે. આત્મામાં જે સુખ છે તે સંસારમાં ક્યાંય નથી. ઇન્દ્રનાં, ચંદ્રનાં સુખ પણ નાશવંત છે, માયા છે. ખરા સુખી એક જ્ઞાની છે. તે આત્મામાં રમણતા કરી રહ્યા છે. જ્ઞાની પાસે દિવ્યચક્ષુ છે. તેથી તે આત્મા જુએ છે. અન્ય જીવો બાહ્યદ્રષ્ટિથી પર્યાયને જુએ છે. ચર્મચક્ષુથી આત્મા જોવાય નહીં.
આત્મા જોવાય શી રીતે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org