________________
ઉપદેશસંગ્રહ--૩
૩૬૩
તમે સિદ્ધ સમાન છો, આત્મા છો. ભાઈ નથી, બાઈ નથી. ‘પર્યાયવૃષ્ટિ ન દીજીએ.' જ્યાં દૃષ્ટિ નાખો ત્યાં આત્મા જોવો. જગત આત્મારૂપ જોવામાં આવે તો કેવું થઈ જાય ! પણ ગુરુગમ જોઈએ. વિષયકષાય તે તું નહીં. તું તો આત્મા છું. તારું એ કંઈ નથી, એ તો સંબંધ છે. સંબંધ છે તે છૂટી જાય. આત્મા છે, ભાવ છે, ઉપયોગ છે–દરેક પાસે.
ખામી શાની છે ? ભાન નથી તેની. દૃષ્ટિ ફેરવ્યે જ ભાન થાય. વિકારવાળી દૃષ્ટિ થાય ત્યાં વૈરાગ્યવાળી દૃષ્ટિ કરવી જોઈએ. તે જ પુરુષાર્થ કર્તવ્ય છે.
‘નહીં, નહીં, નહીં,’ કરતાં બાકી રહે તે તું.
જેને જોવો છે તેના ઉપ૨ ભાવ કરો તો તેવું પરિણમન થાય. ઉપયોગની બહુ જરૂર છે. ઉપયોગ ઓળખાણ પાડે છે. આ જડ અને આ ચૈતન્ય, એમ ઓળખાણ નથી.
સર્વ ભૂલમાં મૂળ ભૂલ શું ? મિથ્યાત્વ. સંસારનું મૂળ મિથ્યાત્વ છે. જડને પોતાનું માનવું તે મિથ્યાત્વ. વસ્તુની ઓળખાણ નથી. હોય એ કહેવાણું નહીં અને બીજું કહેવાણું એ મૂળ ભૂલ, તે જ અજ્ઞાન. આત્મા સત્ છે તેને બદલે મિથ્યા જગત છે તેને સત્ કહે છે. આત્મા જોવાણો હોય તો જ્ઞાન કહેવાય. અન્યને પોતાનું માનવું અને પોતાને ભૂલી જવો, છે બીજું અને જોવું બીજું, એ ભૂલ નહીં ? આત્મા વગર આ બધું જોવાય ? માટે એને જુઓ. એના ઉપર ભાવ થાય તો તરત પરિણમે જ. એ જ જીવને કાળજી રાખવાની જરૂર છે. એને સંભાળવો, સ્મરણમાં યાદ લાવવો, એમાં ને એમાં ચિત્ત રાખવું. આ જ કર્તવ્ય છે. ચેતવા જેવું છે. દગો છે. આ બધું સાચું નથી. માયાની રોશની અસલ નથી, બનાવટ છે; પતંગનો રંગ છે, મજીઠનો નથી. જીવને સમજણ હોય તો મજીઠનો રંગ લાગે. આ કર્તવ્ય છે. ‘કર વિચાર તો પામ.’ વાત ચમત્કારિક છે !
‘આત્મસિદ્ધિમાં બહુ વાત કરી છે.
તા. ૩૦-૧૧-૩૪
“છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.’
જેને દેહાધ્યાસ છૂટ્યો તે કરે છે છતાં નથી કરતા—ખાય છે છતાં નથી ખાતા, બોલે છે છતાં નથી બોલતા, ભોગ ભોગવે છે છતાં નથી ભોગવતા—આ આશ્ચર્ય તો જુઓ ! ત્યારે એને ભેદજ્ઞાન થયું ને ? છે જગતમાં અને જગતમાં નથી, છે દેહમાં અને દેહમાં નથી ! એ સમજણમાં ફેર પડી ગયો ને !
Jain Education International
આ તો ‘સુખ આવ્યું, દુ:ખ આવી પડ્યું; પૂજા થઈ, સત્કાર થયો; વ્યાધિ આવી, મરણ આવ્યું' એમ માની બેઠો ત્યાં કર્તાભોક્તા થયો. કેવો છે પોતે ? સિદ્ધ સમાન—નહીં નાનો, નહીં મોટો. દૃષ્ટિ મેલીશ ? માત્ર સૃષ્ટિની ભૂલ છે. આ ભૂલ નથી નીકળી. બાળકની પેઠે બહાર જુએ
For Private & Personal Use Only
www.jainelibrary.org