________________
૩૬૨
ઉપદેશામૃત આત્મભાવમાં રહે તે અપ્રમત્ત. વસ્તુને પામેલા એવા આત પુરુષમાં વૃત્તિ, પરિણામ લઈ જવાં તે અપ્રમત્ત થવાનું કારણ છે. સત્સંગમાં બોઘ સાંભળ્યો હોય તે પ્રમાણે આ મારું નહીં, આ મારું નહીં, એમ ભેદ પાડે એટલે ભેદજ્ઞાન હોય તો અપ્રમત્ત થવાય.
વિષય-કષાય મોટા શત્રુ છે. વિષયો બહારથી ત્યાગ્યા તેનું ફળ છે. પણ અંતરથી ત્યાગ ન થાય ત્યાં સુધી કામ થાય નહીં. ઝાડ ઉપર ઉપરથી કાપવામાં આવે તો મૂળ રહે ત્યાં સુધી ફરી ઊગે, નાશ ન પામે; પણ મૂળમાંથી છેદ થાય તો જ ફરી ઊગે નહીં. તેમ વિષયકષાય અંતરના નિર્મળ કરવા, વૃત્તિનો ક્ષય કરવા પુરુષાર્થ કરવો.
એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ;
જબ જાગેંગે આતમાં, તબ લાગેંગે રંગ.' દીવાથી દીવો થશે. આપ્તપુરુષ એ દીવો છે. તેમાં વૃત્તિ, પરિણામ કરવાથી દીવો થશે.
આળસમાં, પ્રમાદમાં, ગફલતમાં જાય છે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” કાલ કરતો હોય તો આજ કર. કાળનો વિશ્વાસ નથી.
આત્મા જોવો હોય; પણ ગુરુગમ વિના શી રીતે જવાય? ત્યાં તો તાળાં દીધાં છે. એટલે ચાવી વગર દરવાજા શી રીતે ખૂલે? ‘પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત.” આ વાત ત્રિકાળમાં ફરે એમ નથી. ગુરૂગમ જોઈશે જ.
તા. ૧-૧૧-૩૪ મોટામાં મોટા શત્રુ પાંચ વિષય અને ચાર કષાય છે. તેના પ્રત્યે કટાક્ષ દ્રષ્ટિ રાખવી.
છ બારીઓવાળા એક મકાનમાં ઊભા રહી આખો દિવસ એક મૂકી બીજી, બીજી મૂકી ત્રીજી, એમ બારીઓમાંથી બહાર જ જોયા કરે તો અંદર શું છે તે દેખાય નહીં. તેમ પાંચ ઇંદ્રિયો અને મનથી આત્મા બાહ્ય વિષયમાં જ રત રહે છે ત્યાં અંદર શું છે તે શી રીતે જણાય? ઊભો છે અંદર, પણ દ્રષ્ટિ છે બહાર. તે દૃષ્ટિ અંદર કરવી. આત્મા જોવો. તો પોતાની વિભૂતિ સર્વ જણાય.
પોતાની વસ્તુ તો આત્મા છે. સંકલ્પ-વિકલ્પ આદિ પોતાનાં નથી. આત્મા જુઓ, અંતરમાં જુઓ. બહાર જોવાથી બંઘન થયાં છે. મહેમાન છે, પરોણો છે. “વાની મારી કોયલ', એકલો છે, એકલો જશે. અત્યારે પણ હેડમાં છે. મહાપુણ્ય તે મનુષ્યભવ મળ્યો છે. બંઘનથી છૂટવાનો ઉપાય તે સત્સંગ અને સત્પરુષનો બોઘ છે. આત્માની વાત, વિચાર તે મનુષ્ય ભવમાં થાય છે. કોટિ ભવ નાશ થાય છે.
બધું કલંક છે, સંજોગ છે, નાશવંત છે. એકલો આવ્યો ને એકલો જશે. હવે આત્માની સગાઈ કરો, તેને ઓળખો. સદ્ગુરુ વિના જ્ઞાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org