________________
ઉપદેશસંગ્રહ--૩
૩૬ ૧ હજારો કરો; પણ જ્ઞાનીની આજ્ઞાથી તો પાંચ-દશ મિનિટ પણ આત્માને માટે ગળાય તે દીવો કરશે. “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ઘર્મ પૂર્ણ સત્ય છે.” વીતરાગ કહેતાં મતમતાંતર કોઈ રહ્યો નહીં. આ પાઠ ચમત્કારી છે, રોજ ભણવા જેવો છે.
મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ.” આ એક દોહરામાં ય ચમત્કાર છે ! પડપડિયું, ઉપર ઉપરથી મોઢે કર્યું હશે તો પણ સપુરુષથી કોઈક વખત મર્મ સમજાયે દીવો થઈ જશે. એવાં ચમત્કારિક આ પુરુષનાં– પરમકૃપાળુનાં વચનો છે. “આત્મા છે' એ આદિ છ પદનો પત્ર અપૂર્વ છે ! અલૌકિક ભાવ થવા જોઈએ. “સમ્મી ન રેડ્ડ પાવ' જ્ઞાની આત્મા છે. કર્મ જડ છે. જ્ઞાની જડને પર જાણી ગ્રહણ કરતા નથી.
“જિન સોહી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ;
કર્મ કરે સો જિનબચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ.” આ જીવને જરૂર છે ભેદજ્ઞાનની. વજની ભીંત પડે તો આ પાણી આ બાજુ અને પેલાં પાણી પેલી બાજુ, જુદાં ને જુદાં. બોઘ જોઈએ. તો જડ ને ચેતન એક મનાય નહીં, જુદાં ને જુદાં જ ભાસે.
અંધારામાં દીવો લાવે તો અજવાળું થતાં વાર ન લાગે. આ મારો દેહ, આ મારું ઘર—બધું મારું મારું' કરતો હતો તે ફર્યું. અને મારું તો ચેતન્ય, જડ કોઈ કાળે મારું નહીં; તેમાંથી હું ભિન્ન ભિન્ન ભિન્ન–એમ ભેદજ્ઞાન થયું તેનો મોક્ષ થયો. સમજણ ફરી જવી જોઈએ. જ્યાં ત્યાં જોઈએ છે બોઘ. તે હોય તો સમજણ ફરશે. સમજ્ય છૂટકો છે. સમજે તો સુગમ છે, નહીં તો મહા દુષ્કર છે. સમજણ સત્સંગથી થાય છે.
અનાદિથી સંજોગને આત્મા માન્યો છે. તે પકડ મૂકવી પડશે. ફક્ત આત્મા, આત્માની પકડ. આત્માની કેવી સત્તા છે ! આત્મા કેવો છે ! આત્માને જાણવાનો અવસર આવ્યો છે.
એક ભાઈ સામાયિકમાં ગયો. સામાયિક પૂરું થાય એટલે નાટક જોવા મિત્રની સાથે જવાના વિકલ્પમાં સામાયિકી કાળ ગયો. બીજો ભાઈ વ્યાવહારિક કામને લઈને સ્મશાનમાં ગયો, પણ ભાવ સામાયિકના, તેની જ ચિંતના. બીજે દિવસે ગુરુએ કહ્યું : સામાયિક તો સ્મશાનમાં ગયો તેને થયું, તપ તેને થયું. પહેલાને કર્મ બંઘાયાં. નવરાશ મળી ત્યારે નખોદ વાળ્યું!
તા. ૧૬-૧૧-૩૪ શ્રીમદ્ રાજચંદ્રમાંથી વાંચન : -
જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. મુનિ તો આત્મવિચાર કરી સદાય જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે; અપ્રમાદીને કોઈ રીતે ભય નથી.”
પ્રમત્ત કોને કહેવાય? અપ્રમત્ત કોને કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org