________________
૩૬૦
ઉપદેશામૃત ‘સમાં ગોમ મા પHE' સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી. ઉપયોગ આત્મા તરફ વળે, સ્મરણ તરફ વળે ત્યાં કોટિ કર્મ ક્ષય થઈ જાય. માટે સમય માત્ર પણ ઉપયોગ અન્ય સ્થળે ન ભમે તે માટે પુરુષાર્થ કરો. વહી જતા અમૂલ્ય સમયને ઉપયોગમાં લેવા જાગૃત થાઓ. કોટિ કર્મ ક્ષય કરવાનો આ અવસર છે.
તા. ૧૩-૧૧-૩૪ આ જીવ સપુરુષનો-જ્ઞાની પુરુષનો પ્રગટ ચોર છે એમ કહેવાય છે, એ વાત તમને કેમ લાગે છે?
| (ચર્ચા થયા પછીનો ઉપદેશ) શુદ્ધ આત્મસ્વરૂપ છે તે પોતાનું છે. તે જ્ઞાનીએ જાણ્યું છે. તે છોડીને મારો હાથ, મારો પગ, મારું શરીર એ આદિ પર વસ્તુનું અને પર ભાવનું ગ્રહણ તે ચોરી છે. પોતાની વસ્તુ મૂકી પારકાની ગ્રહણ કરવી તે ચોરી છે. શુભ-અશુભ ભાવ તે ચોરી છે. માત્ર શુદ્ધભાવ પોતાનો છે.
આખું જગત મોહનિદ્રામાં સૂતું છે, ઊંઘે છે. સત્પરુષનાં વચન તે ઊંઘમાંથી જાગૃત કરનાર છે. સત્સંગમાં તે વચનો-બોઘ સાંભળતાં કોટિ ભવ નાશ પામે છે. પાપનાં દળિયાં સંક્રમી જઈ પુણ્યરૂપ થઈ જાય છે. “ઝબકે મોતી પરોવી લે, નહીં તો ઘોર અંધાર.' માટે ચેતી લેવું. જ્ઞાનીને તો હવે તમને ઉઠાડવા છે, ઊંઘવા દેવા નથી. માટે જાગૃત થાઓ, ચેતી જાઓ, આત્માને ઓળખો.
જન્મ, જરા ને મરણ; જન્મ, જરા ને મરણ—એ જેવાં બીજાં કોઈ દુઃખ નથી. આમાંથી કોને એ દુઃખ નથી? ચક્રી, ઇન્દ્ર આદિ સર્વ દુઃખી જ છે. આખો લોક ત્રિવિધ તાપથી બળે છે. મારું મારું માન્યું છે. પણ એક કાળે તો જરૂર બધું મૂકવું પડશે. સોય સરખી સાથે આવશે નહીં. બધાં કામ અધૂરાં મૂકીને જવું પડશે. પૂરાં કોઈનાં થયાં નથી. માટે ચેતી લો. કાચની શીશી ફૂટી જાય તેમ આ દેહ ફટાક થઈ ફૂટી જશે. પછી આવો જોગ ક્યાંથી લાવશો? મનુષ્ય ભવ બહુ દુર્લભ છે.
તમારી પાસે શું છે ? ભાવ છે, ઉપયોગ છે, આત્મા છે. આ રકમ તમારી છે, મુદ્દાની છે. તમારી દરેકની પાસે છે. તેની ઓળખાણ કરો. તેની ઓળખાણ અહીં સત્સંગમાં જ થશે. સ્વભાવ મૂકી વિભાવમાં પરિણમ્યા છો, શુદ્ધ ઉપયોગ મૂકી અશુદ્ધ ઉપયોગમાં રમો છો અને પરમાત્મસ્વરૂપ મૂકી બહિરાતમતામાં રમણતા છે, તે બધું પરનું ગ્રહણ એટલે ચોરી છે. સત્સંગ પ્રત્યે અલૌકિક ભાવ થાય તો જ આત્માની ઓળખાણ થાય.
એક આત્મા, આત્મા ને આત્માની જ વાત. આટલો ભવ આત્માને માટે જ ગાળવો. આત્માને સંભાળો. સત્પરુષને શોધી તેના એક પણ વચનને ગ્રહણ કરો, પકડ કરી લો. એ તમારી સાથે આવનાર છે.
આજ્ઞાથી જે જે સાઘન મળ્યાં છે તે મોક્ષ આપનાર થશે. સામાયિક લૌકિક રીતે ભલેને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org