________________
ઉપદેશસંગ્રહ-૩
૩૫૯ આત્મા શુદ્ધ, સિદ્ધ સમાન છે. તેથી હવે મારે માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ રોમરોમ એ જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય ! પછી ગમે તો દુ:ખ આવો, રોગ આવો, ગમે તો દેહ છૂટી જાઓ પણ મારી એ શ્રદ્ધા અચળ રહો.
સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી;
મિથ્યાતિ અપરાઘણ જાણી, ઘરથી બાહેર કાઢી.” ગમે તો નરકે જવાય તો આ ઘડીએ, પણ મારી શ્રદ્ધા બીજી નહીં થાય.
વ્રત-નિયમ કરવાં એ તમારો અધિકાર છે. એ કર્મની પ્રકૃતિ છે. તે આત્મા નથી. “બ્રહ્મ સત્ય નાતુ મિથ્ય'– આત્મા સત્ અને જગત મિથ્યા. જ્ઞાની એ આત્મા છે, તેમની શ્રદ્ધા તે સમકિત છે, એ એક જ સત્ય છે. દિવસ હોય છતાં જ્ઞાની રાત કહે તો તે પ્રમાણે, પોતાના વિકલ્પો મૂકીને, રાત કહે એવી શ્રદ્ધાવાળા જીવો કૃપાળુદેવના વખતમાં હતા. એવી શ્રદ્ધા જોઈએ.
જે જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્યભાવ થાય છે, કારણ, સત્યને વળગ્યા છે. તેથી તેમનું કલ્યાણ થવાનું છે.
તા. ૧૦-૧૧-૩૪ “અંતરંગ ગુણ ગોઠડી રે, જનરંજન રે લોલ;
નિશ્ચય સમકિત તેહ રે, દુ:ખભંજનો રે લાલ.” “અંતરંગ ગુણ ગોઠડી' એટલે શું ?
“બહિરાતમ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની.
સુમતિચરણકજ આતમ અરપણા.” પરમાત્મા કંઈ ગામ ગયો છે? બધાની પાસે છે. ચમત્કાર છે, ચેતી જાઓ. શ્રદ્ધા આવી ગઈ તેનો વઘારેમાં વધારે અર્થપુલ પરાવર્તનમાં મોક્ષ થવાનો જ. માટે શ્રદ્ધા અચળ કરો.
મુમુક્ષુ-શ્રદ્ધા તો અત્રે છે તે બઘાને છે. પ્રભુશ્રી–બઘાને શ્રદ્ધા છે તો મોક્ષ પણ બઘાનો છે. શ્રદ્ધા સાચી જોઈએ. મુમુક્ષુસાચી શ્રદ્ધા કોને કહેવી ?
પ્રભુશ્રી–જેવો જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તેવો મારો આત્મા છે, તે માટે માન્ય છે, અને હું તો જ્ઞાનીનો દાસ છું, એમ સાચા જ્ઞાનીની શ્રદ્ધા થાય તેનો મોક્ષ થાય જ. ઘણા જીવોનો ઉદ્ધાર થઈ જશે.
હજુ એક પણ નમસ્કાર કર્યો નથી. એક વાર પણ દર્શન કર્યા નથી. બોઘ સાંભળ્યા છતાં હજી સાંભળ્યો નથી. યોગ્યતાની કચાશ છે. યોગ્યતા આવે જ્ઞાની બોલાવીને આપી દેશે. આત્મા તો જ્ઞાની જ આપશે.
દ્રષ્ટિ ફરે તો બીજું જ જણાય; જગત આત્મા રૂપ જોવામાં આવે. ચર્મચક્ષુએ જણાય છે તે પર્યાયવૃષ્ટિ છે. જ્ઞાનચક્ષુ આવ્ય આત્મા જોવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org