________________
૩૫૮
ઉપદેશામૃત
તા. ૧૦-૬-૩૪ ઉપયોગ એ આત્મા છે. માટે તેને ઓળખો. સહજ સુખ આત્મામાં છે. ઉપયોગ આત્મા તરફ વાળો ત્યારે સહજસુખ પ્રગટે છે. તે ઉપયોગ હાલ શુભ કે અશુભ છે, શુદ્ધ નથી. જગતમાં જ્યાં ત્યાં પરપદાર્થોમાં ઇન્દ્રિય-વિષયોમાં ભટકે છે. તેથી બંઘન થયાં છે, ભવભ્રમણ થયાં છે. મન, વૃત્તિ જ્યાં ત્યાં ભટકે છે; તો મનને જીતો, વૃત્તિઓને રોકો. જગતના પદાર્થોમાંથી ઉપયોગને આત્મા ઉપર વાળો. “સહુ સાઘન બંઘન થયાં.”
આત્મા જોવો. હાડકાં ચામડાં લઈને સી ફરો છો; તો હાડકાં, ચામડાં, વગેરે બાહ્ય પદાર્થો ન જોતાં તે બધાને જોનાર અને જાણનાર એવો આત્મા જોવો. તો લાભના ઢગલા થશે, રાગદ્વેષ થશે નહીં. | મુમુક્ષુ–ઉપયોગને આત્મામાં લાવવો શી રીતે ? આત્મા તો જાણ્યો નથી. ત્યારે બધેથી ઉઠાવી વાળવો ક્યાં ?
પ્રભુશ્રી–ઉપયોગને વાળવો આત્મામાં–આત્મા જાણ્યો નથી ત્યાં સુધી આત્મા જાણ્યો છે એવા જ્ઞાનીમાં વિશ્વાસ રાખો–તેવા ભેદી બતાવે ત્યાં.
પણ ખામી શાની છે ? વૈરાગ્યની, બોઘની, પ્રમાદ, આળસ અને વૃત્તિઓ ભટકતી ફરે છે તે રોકો. “કર વિચાર તો પામ.’ ‘જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.' મોહનિદ્રામાં સૂતો છે, તેને જાગૃત કરો.
ઉપયોગ શુભ-અશુભ થાય છે, ત્યારે શું શુદ્ધ નહીં થાય ? અવશ્ય થશે. સિદ્ધ સમાન સર્વ આત્મા છે. પુરુષાર્થ કરો, સપુરુષાર્થ કરો. ભવસ્થિતિ આદિ તોફાન જવા દો. સપુરુષાર્થ કરો.
દીપોત્સવી, સં. ૧૯૯૦ અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમરોમ એક એ જ પ્રિય છે. પરમ કૃપાળુદેવ એ જ એક અમારી જીવનદોરી છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે.
તમારે એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે. મહાભાગ્ય હશે તેને એ માન્યતા થશે. સરળતાથી જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે–બાળાભોળાનું કામ થશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે.
એમ દ્રઢ કરવું કે મેં તો આત્મા જાણ્યો નથી, પરંતુ યથાતથ્ય જ્ઞાની પરમકૃપાળુદેવે અને અનંતા જ્ઞાનીએ જામ્યો છે તેવો મારો આત્મા છે. પરમકૃપાળુદેવે જે આત્મા દીઠો છે, તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ શરણ મારે પકડવું છે. આટલો ભવ મારે તો એ જ કરવું છે, એ જ માનવું છે, કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org