________________
3७४
ઉપદેશામૃત ૬. મુમુક્ષુ-સદ્ગુરુએ આપેલું સ્મરણ તેમાં આત્માને જોડેલો રાખવો.
પ્રભુશ્રી–અપેક્ષાએ આપ સર્વેનું કહેવું યોગ્ય છે. અને આપ સર્વ જે પ્રમાણે બોલ્યા છો તે પ્રમાણે કરશો તો કલ્યાણ થશે. પરંતુ સર્વથી મોટી વાત એક જ છે. તે અનંતા જ્ઞાનીઓએ કહેલી કહીશું, તે અમને પણ સંમત છે. “સદ્ધી પરમ ’ સપુરુષની શ્રદ્ધા એ સર્વથી મોટામાં મોટી વાત છે. જો તે થઈ ગઈ તો જપ, તપ, ભક્તિ કંઈ ન થાય તો પણ ફિકર નહીં. શ્રદ્ધા એ મહા બળવાન છે. શ્રદ્ધા છે ત્યાં જપ, તપ, ભક્તિ આદિ સર્વ છે જ. માટે એક શ્રદ્ધા આ ભવમાં અવિચળ કરી લેવી.
આ એક પકડ કરી લેશો તો કામ થઈ જશે. હજારો ભવ નાશ પામી જશે. દેવગતિ થશે. અનુક્રમે મોક્ષ થશે.
કુળધર્મ કે કોઈ માનેલા ઘર્મ મારા નથી. બઘા સાથે લટકસલામ રાખવી. મારો ધર્મ આત્મા છે. સગાં કુટુંબી, પૈસાટકા કોઈ મારું નથી. ઘર્મ એક મારો છે. તે મારી સાથે આવશે. રોગ થાય, વ્યાધિ થાય તોય તેથી ભિન્ન, તેને જાણનાર એવો આત્મા જે સદ્ગુરુએ યથાર્થ જાણ્યો છે તે હું છું એમ આત્મભાવના રાખવી.
આજથી નવો અવતાર આવ્યો છે એમ જાણવું–જાણે મરી જઈ ફરી જન્મ્યા. હવે મફતિયું જોઉં. કાંઈ મારું નથી, તો તેમાં લેપાઉં નહીં. જે આવે તેને જોનાર-જાણનાર તેથી ભિન્ન હું છું, એમ માની મફતિયું જોઉં.
સત્સંગ અને બોઘ એ બે મોટી વાત છે. તેની ઇચ્છા રાખવી. તેથી સમજણ આવે છે, સાચી પકડ થાય છે. સમભાવથી મોક્ષ થાય છે. સત્સંગ, બોઘથી સમભાવ આવે છે.
આબુ, તા.પ-૬-૩૫ જેણે સંકોચી લીધું છે તેને દેહમાંથી નીકળતાં વાર નહીં લાગે. જેણે જ્યાં ત્યાં પ્રેમ, પ્રીતિ, વાસના વિસ્તારી છે તે રિબાઈ રિબાઈને દેહમાંથી નીકળશે.
યોગ્યતાનું વર્ણન થાય તેમ નથી. સત્પરુષાર્થ કર્યા રહો અને ઘીરજ રાખો.
સંસારમાં દુઃખ, દુઃખ ને દુઃખ છે. તમે આ નથી. તમે આ સર્વથી જુદા જ્ઞાતા-દ્રષ્ટા આત્મા છો. તેને માનો. આ રાખનાં પડીકા ઉપર પ્રેમ, પ્રીતિ, મોહ ન કરો. પ્રેમ જ્યાં ત્યાં ઢોળી નાખ્યો છે, તે સર્વ સ્થળેથી ઉઠાવી એક આત્મા ઉપર લાવો. તમે એકલા જ છો. સોય સરખી પણ તમારી સાથે આવશે નહીં. માટે પરવસ્તુઓને પર જાણી તે પ્રત્યેથી મોહ મટાડો. વિકારનાં સ્થાનોમાં વૈરાગ્ય થાય તેવી પુરુષાર્થવૃષ્ટિ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org