________________
[૩૧]
૯
દૂર કરમાળા તરફ શ્રી લલ્લુજીસ્વામી આદિનું વિચરવું થયું, તો પણ શ્રી અંબાલાલભાઈની સાથે પત્રવ્યવહાર ચાલુ હતો. ભાઈશ્રી અંબાલાલભાઈએ પત્ર દ્વારા વિનંતિ કરેલી કે આપ ક્ષાયક લબ્ધિ (ક્ષાયક સમ્યક્ત્વ) પ્રાપ્ત કરી આચાર્યગુણસંપન્ન શીઘ્ર બનો, અને અવલંબનરૂપ થાઓ. તેનો ઉત્તર શ્રી લલ્લુજી સ્વામીએ એવા ભાવાર્થમાં આપેલો કે તેમને અસંગ, અપ્રતિબંઘ થવા સિવાય કોઈ આચાર્યાદિ થવાની હવે ઇચ્છા નથી. તે બોધ-પત્રના ઉત્તરમાં શ્રી અંબાલાલભાઈએ બે પત્રો શ્રી લલ્લુજીસ્વામી ઉપર લખ્યા છે તે વિચારવા યોગ્ય હોવાથી નીચે અગત્યના ભાગ આપેલ છે :અસંગ, અપ્રતિબંધ થવાની ઇચ્છાનો પત્ર સવિગત વાંચી મને પરમ આનંદ થયો છે. પણ આપની રૂબરૂ થવાની જરૂર છે. તે થયા પછી જેમ આપને યોગ્ય લાગે તેમ વિચરશો. આપ અસંગ થાઓ એમાં હું ખુશી છું અને તેમજ ઇચ્છું છું.
66
બાકી સામાન્ય મુમુક્ષુ બાઈઓ અને ભાઈઓને હવે બિલકુલ આધાર નથી. ચોમાસું પૂરું થયે આ તરફ બોલાવવા એમ મને પણ ઠીક લાગે છે. ચારિત્ર ધર્મમાં સર્વ મુમુક્ષુ ભાઈઓ પ્રમાદાઘીન વર્તે છે, તેને જાગૃત રાખનાર કોઈ છે નહીં. બાઈઓને સંપ્રદાયનો આશ્રય તોડાવાથી તેઓ બિચારાં તદ્દન નિરાઘાર થઈ ગયાં છે, તેઓને તો એક પણ આધાર નથી.
તો પણ હવે આપણે આપણા માટે વિચાર કરીએ. પ્રસંગમાં આવેલા માણસો તેથી તેઓની દયા આવે છે; બાકી જગતમાં અનંત જીવો છે. જો તેઓની દયા ખાઈશું અને તેમને જ માટે દેહ ગાળીશું તો આપણું સાર્થક (થવું) રહી જશે, અર્થાત્ થશે જ નહીં. માટે આપણે જ જો સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રને શુદ્ધ કરીશું તો આપણું આત્મહિત થશે. તે પછી તે દશા દ્વારે જગતનું ગમે તેમ થાઓ, તે માટે આપણે કોઈ વિચાર નથી. આપણે તો સર્વ જીવ પ્રત્યે અનુકંપાબુદ્ધિ રાખવી.
આપની વૃત્તિને ઉત્તેજન મળે તેવો આપની પાસે સત્સંગ નથી. અથવા ઈડરમાં આપની જે દશા હતી તેવી દશા પહાડો અગર એકાંતમાં રહેતા થાય તેમ લાગે છે ? પ્રથમ સત્સંગમાં તે દશા તો સ્વભાવે જ ઊગી નીકળતી જોયેલી હતી કે આત્મવિચાર સિવાયની બીજી વાત સાવ ઉદાસીન જેવી, પરભાવની લાગતી. એ સહેજે બનતું અને બનતું તે પરમ સત્સંગનું ફળ હતું, સત્સંગનો અંશ હતો. હવે આપણે જો ગુફામાં જઈને તેવી દશા બળથી લઈએ તો લઈ શકાય, પણ તે સત્સંગના પ્રત્યક્ષ ફળ વિના વધુ વખત ટકી શકે એ મને તો મુશ્કેલ લાગે છે. તે માટે મારું કહેવું એમ નથી કે નિવૃત્તિમાં ન જવું, જવું પણ થોડો વખત સત્સંગમાં રહેવાની જરૂર છે, તે થયા પછી જવું. એમ કરવામાં આવે તો વિશેષ દશા, અને તે દશા વિશેષ કાળ રહેવાનું બને. આ વાત મારા સ્વતઃ અનુભવરૂપ મારા સમજવા પ્રમાણે મેં લખી છે. આપ તો ગુણજ્ઞ છો, આપને ગમે તેમ વર્તતું હોય તે આપ જણાવશો.
આત્મદશા જાગૃત કરવાનું મુખ્ય સાધન મારા અનુભવ પ્રમાણે હું જણાવું છું : કોઈ પણ પદ, કાવ્ય અથવા વચન ગમે તેનો ઉચ્ચાર થતો હોય અને મન તેમાં જ પ્રેરાઈ વિચાર કરતું હોય તો
Jain Education International
****
For Private & Personal Use Only
www.jainelibrary.org