________________
[૩૦] શ્રી દેવકરણજી આદિ ચરોતરમાં વિચરતા હતા. તે અરસામાં ભાદરણમાં શ્રી દેવકરણજીને પગે કાંટો વાગ્યો. સં. ૧૯૫૮ નું ચાતુર્માસ તેમને બોરસદમાં કરવાનું હતું, પણ કાંટો વાગવાથી પગ પાક્યો અને હાડકું સળવા લાગ્યું એટલે અમદાવાદ ખાતે ચોમાસું નક્કી કર્યું. અને મુમુક્ષુ ભાઈઓએ ડોળીમાં બેસારી તેમને અમદાવાદ મોકલ્યા. ત્યાંના પરિચિત સ્થાનકવાસીઓ તથા અન્ય મુમુક્ષુવર્ગે બહુ સેવા કરી. ક્લૉરોફૉર્મ આપી ઓપરેશન કરવાનો ડૉક્ટરનો અભિપ્રાય હતો. પણ શ્રી દેવકરણજી બેભાન રહેવા માગતા ન હતા. એટલે ક્લોરોફોર્મ વિના જ ઑપરેશન કરવું પડ્યું. સાત વખત ફરી ફરી ઑપરેશન કરવા પડ્યા પણ ક્લોરોફૉર્મ ન લીઘો તે ન લીઘો. આખરે એ ચોમાસામાં જ શ્રી દેવકરણજીનો દેહ અમદાવાદમાં પડ્યો. શ્રી ચતુરલાલજી તેમની સાથે અમદાવાદ હતા. તેમને શ્રી લલ્લુજી સ્વામી સાથે જવાની ઉત્કંઠા હોવાથી કરમાળા પત્ર લખાવી તેમણે આજ્ઞા મંગાવી. આજ્ઞા મળતાં ચોમાસું પૂરું થયા પછી તે કરમાળા તરફ ગયા.
શ્રી લક્ષ્મીચંદજી આદિ મુનિઓ શ્રી દેવકરણજી સાથે અમદાવાદ ચોમાસું રહેલા તેમને આશ્વાસનનો પત્ર શ્રી લલ્લુજી સ્વામીએ કરમાળાથી લખ્યો હતો, તેમાં જણાવે છે :
તેને આત્મસ્વરૂપનો લક્ષ લેવાની ઇચ્છા હતી, તે ગુરુગમથી મળી હતી. તે શુદ્ધ આત્મા આત્મપરિણામી થઈ વર્તતા. તેવા આત્મા પ્રત્યે નમસ્કાર હો ! નમસ્કાર હો !
સમ્યપ્રકારે વેદના અહિયાસવા રૂપ પરમ ઘર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશ(ભ્રષ્ટ) વૃત્તિ ન થાય એ જ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે.” – મુનિ દેવકરણજીને વેદની પ્રબળ વેદતાં તથા મરણઉપસર્ગને અવસરે તેમને સમતા ભાવતાં તો નિર્જરા છે. હવે જેમ બને તેમ અપ્રતિબંઘ અને અસંગપણું પ્રાપ્ત થાય તે કર્તવ્ય છે.
.. મુનિવરોને તે મુનિશ્રીનો સમાગમ સંયમને સાજકાર (સહાયકારક) હતો-વૈરાગ્ય, ત્યાગનો વઘારો થવામાં કારણભૂત હતો. અમને પણ તે જ કારણથી ખેદ રહે છે. તે ખેદ હવે કર્તવ્ય નથી. અમારે અને તમારે એક સગુનો આધાર છે તે શરણ છે ........... સર્વ ભૂલી જવા જેવું છે ... નાશવંત છે તે વહેલે મોડે મૂકવા જેવું છે ...પરભાવ ભૂલી જવાય તેમ કર્તવ્ય છે... પાંચમા સુમતિનાથના સ્તવનમાં બાજ (બાહ્ય), અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપની સાન કરી આપી છે તે યાદ લાવી સ્વરૂપમાં ચિત્તવૃત્તિને જોડશો.. ગૌતમ સ્વામીએ પણ મહાવીર ઉપરથી રાગ ઉતાર્યો હતો. એક સદ્ગુરુના સ્વરૂપમાં ચિત્ત જોડશો, ... મંત્ર આપેલ છે તે બહુ વાર યાદ કરશો. કોઈ વાતે મુઝાવા જેવું નથી, મુઝાશો નહીં.” - શ્રી દેવકરણજીનો સ્વભાવ સિંહ જેવો શૂરવીર હતો. કાળે કાંટાથી ટકોરો માર્યો કે મરણિયા થઈ મૃત્યુવેદનાનો પડકાર તેમણે ઝીલી લીધો. તેમના વ્યાખ્યાનની સચોટતા એવી તો ખુમારીભરી હતી કે એક વખત પણ તેમના વ્યાખ્યાનને સાંભળનાર છ છ માસ સુઘી બોઘ ભૂલે નહીં. શ્રીમદ્ તેમને પ્રમોદભાવે “દેવકીર્ણ' નામથી સંબોઘતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org