________________
[૨૯] દ્રવ્યાનુયોગ,- આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગવેરાગ્યના વિશેષપણાથી સાઘુઓ વિચરે. નવતત્ત્વપ્રકાશ. સાઘુઘર્મપ્રકાશ. શ્રાવકધર્મપ્રકાશ. વિચાર. ઘણા જીવોને પ્રાપ્તિ.”
(આંક ૭૦૯) શ્રીમદ્જીની હયાતીમાં તેમના દર્શન-સમાગમની ભાવનાથી શ્રી લલ્લુજી સ્વામી નડિયાદ, આણંદ, અમદાવાદ, નરોડા આદિ સ્થળોમાં વિહાર કરતા અને સમાચાર મળે તો સ્ટેશનના ગામે જઈ પહોંચતા, અને શ્રીમદ્જી મુંબઈ કે કાઠિયાવાડ જતા હોય તો દર્શન, સમાગમનો લાભ ચૂકતા નહીં. પરંતુ હવે તેનું બળવાન કારણ રહ્યું નહીં અને પોતાને પહાડો અને જંગલો પ્રિય હોવાથી એકાંતે આત્મસાઘન વિશેષ થશે એમ ઘારી ઘર્મપુરનાં જંગલો વટાવી દક્ષિણ દેશ તરફ તેમણે વિહાર કર્યો હતો. સાઘુઓમાંથી સાથે માત્ર એક મોહનલાલજીને રાખ્યા હતા. તે જ્યાં જાય ત્યાં ઉપાશ્રયમાં કોઈ આવે તેની સાથે ધર્મની વાત કરતા અને પોતે તો ઘણી વખત જંગલોમાં ગાળતા, આહાર વખતે આવતા.
એક દિવસે જંગલમાં બહુ દૂર ચાલી નીકળ્યા. તેવામાં સો-બસો ભીલો તેમની આજુબાજુ દૂર દૂર હથિયારો તીરકામઠાં સજ્જ કરી તેમને ઘેરી ઊભા રહ્યા. બઘા કેમ તેમને ઘેરીને ઊભા છે તે તેમના સમજવામાં આવ્યું નહીં. તેથી તે નિર્ભયપણે તેમની પાસે ગયા અને પૂછ્યું, “ભાઈ, કેમ બધા એકઠા થયા છો ?” એક જણે કહ્યું, “તમે સરકારી માણસ છો અને લડાઈમાં ભરતી કરવા અમને પકડવા આવ્યા છો; તેથી તમને અમારે પકડી લેવા છે.”
તેમણે પાસેના ગામનું નામ તથા જેને ત્યાં ઉતારો હતો તે વાણિયાનું નામ જણાવીને કહ્યું, “અમે તો સંત સાધુ છીએ. તમારે ખાતરી કરવી હોય તો અમારી સાથે ચાલો. અમે તો ભગવાનની ભક્તિ અર્થે જંગલમાં આવીએ છીએ, આજે જરા દૂર આવવું થયું. તમને અમારા તરફથી ભય પામવાને કારણ નથી. અમે સરકારી માણસ નથી.” આ સરળ ખુલાસાથી બઘા સમજી ગયા અને વેરાઈ ગયા.
પછી લાંબા લાંબા વિહાર કરી દક્ષિણમાં કરમાળા ગામ છે ત્યાં ગયા અને સં. ૧૯૫૮ નું ચોમાસું પણ ત્યાં કર્યું. તે દેશમાં જે ગુજરાતી અને મારવાડી લોકો હતા તે તેમના સમાગમમાં આવતા. અને તેમને ઘર્મની વાત તે નિષ્પક્ષપાતપણે કરતા તે બહુ રુચી ગઈ. પાછળથી પોતે ઘણી વખત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં તે પ્રદેશની વાત કરતા અને કહેતા કે ત્યાંના લોકો બહુ ભાવિક અને ઉત્સાહવાળા હતા અને ત્યાં વઘારે વખત વિચરવાનું બન્યું હોત તો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં બની આવ્યું છે તેવું ત્યાં જ બની જાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org