________________
[૨૮] કરાવનાર તે પવિત્ર મૂર્તિ હતી. અમે મતાગ્રહપણાથી પોતાના આત્માના અહિતનું કામ કર્યે જઈએ છીએ એવું તે મહાત્માએ અમને સમજાવ્યું હતું. અને તેથી જ અમે બીજાઓની પેઠે પોતાપણું માની બેઠેલા હતા તેમાં અમારા આત્માનું અહિત કરતા હતા, એમ અમને કંઈ સમજાયું હોય એમ લાગે છે. અમને તે મહાન પવિત્રાત્માના સત્સમાગમનો જે અપૂર્વ લાભ મળ્યો હતો, તે ઉપરથી અમને નિઃસંદેહપણે લાગતું હતું કે જો શ્રી મહાવીરે પ્રણીત કરેલા માર્ગનો ઉદ્ધાર કરનાર પુરુષ કોઈ હોય તો તે આ જ પુરુષ હતા. એ નિઃસંશય હતું કે જો તે મહાત્માનું આયુષ્ય વિશેષ હોત તો નાના નાના મતમતાંતરો તો અવશ્ય દૂર થવાના હતા. એટલું જ નહીં પણ શ્વેતાંબર અને દિગંબર માર્ગના સૂક્ષ્મ વિચારોતર પણ દૂર થઈ જે રીતે શ્રી મહાવીરે વીતરાગ માર્ગનો પ્રચાર કર્યો હતો તે આ મહાત્માથી થવાનો હતો. પરંતુ હવે તે સઘળી આશાઓ વ્યર્થ થઈ છે. અને કેટલું અજ્ઞાન વઘવાનું છે તે કલ્પી શકાતું નથી. તે મહાત્માના અનુયાયીઓએ બીજું કંઈ નહીં તો એટલું તો અવશ્ય કરવું ઘટે છે કે તેઓના બોઘનું અનુકરણ કરી શકાય તેટલા માટે એક જ્ઞાનમંદિર સ્થાપવું. તે જ્ઞાનમંદિરની એવી યોજના થવી જોઈએ કે તેઓના અનુયાયીનાં સદ્વર્તન જનમંડળને દ્રષ્ટાંતરૂપ થઈ પડે.”
ઉપરના લખાણની પાછળ જે સૂઝ કામ કરી રહી છે તે સમજવા નીચે આપેલ શ્રીમનું લખાણ ઉપયોગી થશે :
જો મૂળ માર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગ પરિત્યાગ કરવો યોગ્ય; કેમકે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે.. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળ માર્ગ પામે તેવું છે... પણ વૃષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ આવે છે...... સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળ માર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાથી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે............... ઘર્મ સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દ્રઢ કલ્પના હોય તો પણ, માર્ગ ઉપદેશવો નહીં, એમ આત્મ-નિશ્ચય નિત્ય વર્તે છે.... મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ઘર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ જિનોક્ત ઘર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી, તો પણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.”
[‘શ્રીમદ્ રાજચંદ્ર' આંક ૭૦૮ સંપૂર્ણ વિચારણીય.] “ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું - બોઘબીજનું સ્વરૂપનિરૂપણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ ઘર્મ છે એમ વાત લક્ષમાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org