SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૭] બજાવવાની જવાબદારી હતી અને તે એ કે જ્ઞાનના અભાવે કરી પોતપોતાના પક્ષની જે અધમ સ્થિતિ થઈ જવા પામી હતી તે સુધારી યોગ્ય સ્થિતિમાં મૂકવાનું કામ તેઓને કરવું પડતું હતું. દા.ત. હરિભદ્રસૂરિનો સમય લઈએ. જે સમયે એ મહાન આચાર્ય થયા તે વખતે લોકોની એવી અવ્યવસ્થિત સ્થિતિ થવા પામી હતી કે તેને સુધારવાનું કામ તેમને હાથ ધરવું પડ્યું; અને તે કામને સંપૂર્ણ ક૨વામાં જે શ્રમ અને સમય તેમને રોકવા પડ્યા તે એટલા બધા વિસ્તીર્ણ હતા કે શ્વેતાંબર અને દિગંબર પક્ષના વિચારોમાં જે ફેરફાર જણાતા હતા તેના ઉપર બન્નેએ સાથે મળી વિચાર ચલાવી તેનો નિર્ણય કરી ફેરફાર કરવાનો સમય તેમની પાસે રહ્યો નહોતો. અને તેને લઈને શ્વેતાંબર પક્ષની જ સ્થિતિ સુધારતાં જે મહાલાભનું કારણ હતું તે તેમણે કર્યું. એ જ પ્રમાણે દિગંબર તત્ત્વજ્ઞપુરુષોને કરવું પડેલું. આવા કારણથી બન્ને પક્ષના વિચારોમાં ફેરફાર હતો તે એમ ને એમ રહી ગયો. ત્યાર પછી હેમચંદ્રાચાર્યનો વખત લો. તેમને માટે પણ પોતાના પક્ષની અવ્યવસ્થિત સ્થિતિ સુધારવાનું કામ તૈયાર હતું. એટલે દિગંબર પક્ષની સાથે નિર્ણય કરવાનું કામ તેઓથી પણ કરી શકાયું નહીં. આ જ રીતે બીજા મહત્ પુરુષોની સ્થિતિ થયેલી જણાય છે. નાના જુદા જુદા મતમતાંતરો એટલા બધા વધી પડેલા કે ગમે તેવા મોટા આચાર્યને આ મતમતાંતર૫ણું દૂ૨ ક૨વાનું કામ ઘણું શ્રમિત હતું. છતાં પણ તેઓએ પોતાથી બનતો પ્રયાસ કર્યો. હેમચંદ્રાચાર્ય પછીનો સમય એટલો બધો અવ્યવસ્થિતપણાને પામી ગયેલો કે તે અવ્યવસ્થિતપણાએ માત્ર મતાંતર૫ણું જ ઉત્પન્ન કરવાનું કામ કરેલું. આ રીતે બે મુખ્ય પક્ષના વિચારાંતરનું સમાઘાન કરવાનું કામ બાકી રહી ગયું. હાલનું રાજતંત્ર સ્થાયી થવાથી હમણાં કોઈ મહાત્માઓ થઈ આવે તો તેને માટે એ મુશ્કેલી ઓછી થઈ હતી, જો કે બીજી તરફથી ઘણા જ નાના મતમતાંતરો વધી પડેલા અને તેથી મતાગ્રહે બહુ જડ ઘાલેલી તે જડ ઉખેડવાના કામે તેટલી મુશ્કેલી ઊભી કરી હતી. તોપણ આ મુશ્કેલીને પહોંચી વળવા માટે હમણા જ પંચત્વ પામેલા મહાત્મા ઉત્પન્ન થયા હતા. એમ જણાતું હતું કે પવિત્ર આત્મા જિનમાર્ગના ભાનુ તરીકે ઉદય થયો હતો. પોતે સર્વ દર્શનના સૂક્ષ્મ અભ્યાસી થઈ આત્મતત્ત્વ સંબંધીના વિચારોનું સત્વ કાઢ્યું હતું. નહોતો તેને મન જિનમાર્ગ પોતાનો કે નહોતો વેદાંતમાર્ગ પોતાનો. તેઓ, જે માર્ગ વીતરાગ દશાનું ભાન કરાવતો તે જ માર્ગ આત્માનું કલ્યાણ કરનારો ઉપદેશતા હતા. મહા આક્ષેપો ખમ્યા પછી તેઓ એક નિષ્પક્ષપાતી અને મતમતાંત૨૨હિત નિર્મળ આત્મમાર્ગના ઉપદેષ્ટા છે તેવું લોકોને જાણવામાં આવવા લાગ્યું હતું; અને શુદ્ધ વીતરાગ આત્મમાર્ગની દશાનું ભાન કરાવનાર તે જ પુરુષ છે એવી લોકોને પ્રતીતિ થવાની શરૂઆત થઈ હતી. પરંતુ અફસોસ ! તે ઊગતો સૂર્ય અસ્ત થયો, તેઓનું વર્તમાન આયુષ્યકર્મ પૂરું થયું. પરિણામ, વીતરાગમાર્ગનો ઉદ્યોત થતો અટક્યો ! અમે પણ બીજાઓની પેઠે મતાગ્રહમાં રાચી રહ્યા છીએ. મન, વચન અને કાયાથી પોતાપણાના ત્યાગની પ્રતિજ્ઞા કર્યા છતાં પોતાના મતનો કદાગ્રહ એટલો બધો જડ ઘાલી બેઠેલો કે એક શુદ્ધ ગૃહસ્થાશ્રમી જે ધર્મજ્ઞાનની આવશ્યકતાથી અજ્ઞાત છતાં પોતાના પરિગ્રહમાં એટલું બધું પોતાપણું નહીં માની બેઠો હોય. આવી ધર્મગુરુઓની સ્થિતિ હોય ત્યાં લોકનું કલ્યાણ થવાની શી આશા રાખવી ? અમને આવી અજ્ઞાનદશામાં આત્મકલ્યાણનો માર્ગ નિઃસ્પૃહીપણું છે એવું ભાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy