________________
[૨૬]
મહા મુનિઓનું આ તરફ પઘારવું થાય એમ આ જીવ નિરંતર વીનવે છે. પરમ પુરુષની કૃપાથી અહીં શાંતિ જણાય છે. તે પુરુષને અમારા પરમ પરમ ભક્તિભાવે નમસ્કાર હો ! તે મહાન વિતરાગી ગુરુદેવના ચરણ અમારા હૃદયના હૃદયમાં સદા સ્થાપિત રહો! તે પરમ પુરુષ મહાવીરનું ચરણશરણ અને સ્મરણ જ સદા તમને અમને પ્રાપ્ત હો !
ચારે ગતિમાં નહીં જવાનો જાણે દ્રઢ સંકલ્પ કરી લીધો હોય એવી ગાઢ ધ્યાન-મુદ્રાને ઘરતા, આત્મસ્વરૂપમાં વૃત્તિનો લય કરતા, આત્મસ્થ થયેલા મહાન મુનિઓને વારંવાર નમસ્કાર હો !
પ્રચંડ વીતરાગતાને ઘારણ કરતા, ક્ષમારૂપી ખગને ધારણ કરી કષાયરૂપી જગતમાં ઊથલપાથલ કરી નાખી જાણે જગતમાંથી કષાય નિર્મૂળ કરવાની ઇચ્છાએ જ મીનપણું ગ્રહણ કરતાં જ્ઞાનીના ચરણનું શરણ લે છે. મોક્ષનગરી લેવાને મહાવીર પુરુષ માફક સર્વે સંયમનાં આયુઘને સજ્જતા, આત્મજ્યોતિને ઉદ્યોત કરતા, સર્વે વિભાવને પ્રજ્વલિત કરી નાખતા હોય અને ઇંદ્રિયોને સંકોચી પદ્માસને વૃઢ વૃત્તિ અંતરદૃષ્ટિ કરી ચૈતન્ય આનંદમાં નિમગ્ન થતા મુનિને વારંવાર નમસ્કાર હો ! નમસ્કાર હો !” - શ્રીમદ્જીના દેહોત્સર્ગ પછી “મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ કરવા તૈયાર કરેલી કે પ્રસિદ્ધ થયેલી વિનંતિ શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ મુનિવરો દ્વારા કે તેમના નામે કોઈ મુમુક્ષુ દ્વારા જાહેરાતરૂપે લખાયેલ શ્રી લલ્લુજીના સંગ્રહિત પત્રોમાંથી મળી આવે છે તે નીચે આપી છે. તે ઉપરથી શ્રીમનો દેહોત્સર્ગ થયો તે અરસામાં જ્ઞાનમંદિર કે આશ્રમની યોજના અમુક ભક્તવર્ગમાં સ્ફરેલી જણાય છે. સં. ૧૯૫૮ માં શ્રી દેવકરણજીના અવસાન પહેલાં આ લખાયેલ લાગે છે -
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર સ્થાપવાની જૈનમુનિઓ તરફથી કરવામાં આવતી વિનંતિ. મહેરબાન મુંબઈ સમાચારના અધિપતિ જોગ,
સાહેબ,
મુનિશ્રી લલ્લુજી, મુનિશ્રી દેવકીર્ણજી આદિ જૈન મુનિઓએ નીચે પ્રમાણે વિચાર દર્શાવ્યો છે, તે આપના પ્રસિદ્ધ પત્રમાં પ્રગટ કરવા કૃપા કરશો.
ભગવાન મહાવીરે પ્રણીત કરેલ વીતરાગમાર્ગની સ્થાયી સ્થિતિમાં તેમના નિર્વાણ પઘાર્યા પછી ક્રમે ક્રમે સ્થિત્યાંતરને લઈને શ્વેતાંબર અને દિગંબર એમ બે પક્ષો થયા. અમુક વિચારોનો ફેરફાર થયેલો એ ખરું, પરંતુ બે પક્ષને એટલું બધું ભિન્નપણું પડી જવાનું કારણ તો એમ જણાય છે કે તે બન્ને પક્ષોની સ્થિતિ જુદા જુદા પ્રકારના રાજ્યતંત્ર અને સ્થલમાં થઈ હતી, અને તેને લઈને બન્ને પક્ષે જે સંજોગોમાં પોતે મુકાયા હતા તે સંજોગોને અનુસરી રહેવા કરવાના નિયમાદિકમાં ફેરફાર કર્યો. ઘણો વખત જવા પછી તો એવી દશા, કાળસ્થિતિ થઈ પડી હતી કે શ્વેતાંબર અને દિગંબર મતાનુયાયી ઘણા કાળ સુધી પ્રસંગમાં પણ આવી શક્યા નહોતા. વચમાં વચમાં બન્ને પક્ષની અંદર મહાતત્ત્વજ્ઞ પુરુષો થઈ ગયા. યદ્યપિ તેઓને બન્ને પક્ષોમાં ફેરફારવાળા થોડાઘણા વિચારો નિર્ણય કરવાનો યોગ બન્યો નહોતો કેમકે બન્ને પક્ષના તત્ત્વવેત્તાઓ ઉપર ગંભીર સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org