________________
[૨૫] શ્રી લલ્લુજી સ્વામીને પણ એમ થયું કે હવે જ્યારે પોતે તેડાવશે ત્યારે એમના ચરણમાં જઈશ, તેડાવ્યા વિના હવે નહીં જાઉં; ત્યાં સુધી એમની ભક્તિ કર્યા કરીશ.
બીજે દિવસે શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને આગાખાનને બંગલે બોલાવી શ્રીમદ્જીએ પોતાની દશા વિષે વાત કરી, “હવે એક વીતરાગતા સિવાય અમને બીજું કંઈ વેદન નથી. અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં.” | શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને તેવી જ શ્રદ્ધા હતી પણ શ્રીમુખે તે દશા સાંભળી પરમ ઉલ્લાસ થયો, અને જતાં પહેલાં આપણને પોતાનું હૃદય ખોલી વાત કરી દીધી એમ બન્નેના હૃદયમાં થવાથી પરમ સંતોષ થયો.
શ્રીમદ્જી અમદાવાદથી વઢવાણ કેમ્પમાં પઘાર્યા. ત્યાં કેટલોક કાળ રહી રાજકોટ પધાર્યા અને સં. ૧૯૫૭ ના ચત્ર વદ પાંચમને મંગળવારે શ્રીમદ્જીનો દેહોત્સર્ગ થયો. તે સમાચાર શ્રી લલ્લુજી મુનિ કાવિઠા હતા ત્યારે શેઠ ઝવેરચંદ ભગવાનદાસને સરનામે જણાવવામાં આવ્યા હતા. શ્રી લલ્લુજી મુનિને પાંચમનો ઉપવાસ હતો, અને રાત્રિ જંગલમાં ગાળી બીજે દિવસે ગામમાં આવ્યા ત્યારે શેઠ ઝવેરચંદભાઈ અને તેમના ભાઈ રતનચંદ બન્ને વાતો કરતા હતા કે મુનિશ્રીને પારણું થઈ રહ્યા પછી સમાચાર આપવા. તે વાત મુનિશ્રીએ પ્રગટ પૂછી અને તેમના આગ્રહથી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રના દેહોત્સર્ગના સમાચાર તેમણે કહ્યા એટલે મુનિશ્રી પાછા જંગલમાં ચાલ્યા ગયા. અને એકાંતમાં કાયોત્સર્ગ, ભક્તિ આદિમાં તે દિવસ ગાળ્યો. પાણી પણ વાપર્યા વિના ચૈત્ર માસના ગરમીના કાળમાં વિરહવેદનાનો તે દિવસ જંગલમાં ગાળ્યો. ત્યાંથી શ્રી લલ્લુજી આદિ મુનિઓ વસો તરફ પધાર્યા.
હવે શ્રી અંબાલાલભાઈનો સત્સંગ સમાગમ આશ્વાસક અને ઉત્સાહપ્રેરક રહ્યો હતો. સં. ૧૯૫૭ નું ચાતુર્માસ શ્રી લલ્લુજી આદિએ વસો ક્ષેત્રે કર્યું હતું. શ્રી મુનિવરોને ખંભાત તરફ આમંત્રણનો પત્ર શ્રી અંબાલાલભાઈએ લખ્યો છે તે બહુ વિચારવા યોગ્ય છે. તે લખે છે :
“વિષમ સંસાર છોડી ચાલ્યા તે પરમ વીતરાગી પુરુષોને નમસ્કાર !
વીતરાગી મુનિઓના ચરણારવિંદમાં અમારા સવિનય ભક્તિભાવે નમસ્કાર પ્રાપ્ત થાય. પરમ વીતરાગી પુરુષોની કૃપાથી જ્ઞાન (જ્ઞાની) ની ઉપાસના કરતાં દેહમમત્વના ત્યાગને લીધે આત્માનંદમાં ઝૂલતા એવા અને પારમાર્થિક દ્રષ્ટિથી ભાવિક જીવો પર નિઃસ્પૃહ કરુણા દર્શાવતા આપ આનંદમાં બિરાજો છો એમ જાણવા જીવ નિરંતર ઇચ્છે છે.
સદ્ગુરુદેવના અમૃતમય વચનનું પાન કરી જેનું વચન વીતરાગી ભાવને પામ્યું છે, ભક્તિ કરી જેની કાયા વીતરાગી ભાવને પામી છે, નિરંતર સ્મરણથી જેનું મન વીતરાગી ભાવને પામ્યું છે અને સદ્ગુરુમુખે લોકનું સ્વરૂપ સમજી જે આત્મભાવમાં રમે છે, તેવા મહામુનિનું સ્વરૂપ અમારા હૃદયમાં સદા રહે. સંસારના પ્રવાહમાં તણાતા, ભવાટવીમાં રખડતા આ રંક જીવના ઉદ્ધાર અર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org