________________
[૨૪] શ્રીમદ્જીએ પૂછ્યું, “સ્થાનકવાસી લોકો તમને વિક્ષેપ કરે છે તેનું શું કારણ?” શ્રી દેવકરણજીએ જણાવ્યું : “આપનો ચિત્રપટ અમારી પાસે રહે છે તે તેમને સાલે છે.” શ્રીમજી બોલ્યા, “આટલા કારણે અમે તમને ચિત્રપટની આજ્ઞા કરી નહોતી. જ્ઞાનીની આજ્ઞા પૂર્વાપર અવિરોઘ હોય. તમે તમારી ઇચ્છાપૂર્વક ચિત્રપટ પોતાની પાસે રાખ્યા હતા તે હવે મૂકી દો. દિગંબરી પુસ્તક યોગપ્રદીપ’ નામનું છે તે તમને મોકલશું, તે વારંવાર વિચારજો.” - સં. ૧૯૫૬ નું ચોમાસું શ્રી લલ્લુજી સ્વામીએ સોજિત્રા સોનીની ઘર્મશાળામાં કર્યું હતું. ત્યાં દિગંબર ભટ્ટાચાર્યનો તેમને સમાગમ થયેલો. સ્થાનકવાસી વેશ હોવા છતાં સંઘાડાથી જુદા થયા પછી સ્થાનકવાસીઓનો પરિચય બહુ ન પડે તેવાં સ્થળે ચાતુર્માસ ગાળવાનો વિચાર રાખેલો હતો.
સોજિત્રામાં ચાતુર્માસ પૂરું થયું એટલામાં શ્રી લલ્લુજી આદિને પત્રથી સમાચાર મળ્યા કે શ્રીમજી અમદાવાદ પધાર્યા છે તેમજ શ્રી દેવકરણજીને પણ સમાચાર મળેલા તેથી બધા મુનિઓ વિહાર કરીને અમદાવાદ આવ્યા. શ્રી લલ્લુજીને રસ્તામાં તાવ આવતો હતો. તેથી તેમનાં ઉપકરણ શ્રી મોહનલાલજીએ ઊંચકી લીધેલાં; એક પોથી તેમની પાસે હતી તે સાથેના મુનિ નરસીરખે ઊંચકી લેવી જોઈતી હતી એમ શ્રી મોહનલાલજીને લાગેલું, તેથી તે વાત તેમણે શ્રી દેવકરણજીને અમદાવાદ કરી, તે ઉપરથી શ્રી દેવકરણજીએ નરસીરખને ઠપકો આપ્યો. પણ તેમનો પક્ષપાત કરી નાસીરખના સાથી અન્ય મુનિએ શ્રી દેવકરણજીની અવજ્ઞા કરી. આ વાત કોઈએ શ્રીમદ્જીને કરેલી નહીં, પરંતુ બધા મુનિઓ જ્યારે શ્રીમદ્જીનાં દર્શન કરવા આગાખાનને બંગલે ગયા ત્યારે શ્રીમદ્જીએ વાતચીતના પ્રસંગમાં જણાવ્યું, “મુનિઓ, આ જીવે સ્ત્રીપુત્રાદિના ભાર વહ્યા છે, પણ સપુરુષોની કે ઘર્માત્માની સેવાભક્તિ પ્રમાદરહિત ઉઠાવી નથી.” એમ કહી લક્ષ્મીચંદજી મુનિને આજ્ઞા કરી કે “આ “જ્ઞાનાર્ણવ' ગ્રંથ જ્યાં સુધી દેવકરણજી પરિપૂર્ણ વાંચી ન રહે ત્યાં સુધી વિહારમાં પણ તમારે ઊંચકવો.” પછી મુનિ દેવકરણજીને “જ્ઞાનાર્ણવ' વાંચવાની પ્રેરણા કરી તે
જ્ઞાનાર્ણવ' ગ્રંથ તેમને વહોરાવ્યો. “કાર્તિકેયાનુપ્રેક્ષા' નામનો ગ્રંથ શ્રી લલ્લુજીને વહોરાવ્યો. અને તે પરિપૂર્ણ વાંચવા, સ્વાધ્યાય કરવા જણાવ્યું તથા શ્રી મોહનલાલજીને તે ગ્રંથ ઊંચકવાનું ફરમાવ્યું. - શ્રીમદ્જીએ શ્રી લલ્લુજીને કહ્યું, “મુનિ, “કાર્તિકેયાનુપ્રેક્ષા'ના કર્તા કુમાર બ્રહ્મચારી છે. તેમણે આ ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું જે નિરૂપણ કર્યું છે તેવી અંતરદશા અને તેવી ઉત્કૃષ્ટ ભાવના તે મહાત્માની વર્તતી હતી. નિવૃત્તિ સ્થળે બહુ વિચારશો.” શ્રી દેવકરણજી સ્વામીને પણ કહ્યું,
તમારે પણ આ ગ્રંથ અત્યંત વાંચવો, વિચારવો. બન્ને અરસપરસ ગ્રંથ બદલી લઈ વાંચજો, વિચારજો.” શ્રી દેવકરણજીએ શ્રીમદ્જીને પૂછ્યું, “આપનું શરીર આવું એકદમ કૃશ કેમ થઈ ગયું?” શ્રીમદ્જીએ ઉત્તર આપ્યો–“અમે શરીરની સામે પડ્યા છીએ.” - શ્રીમજી અમદાવાદથી વઢવાણ જવાના હતા ત્યારે આગલી રાત્રે પોતે ભાવસારની વાડીમાં મુનિઓ ઊતર્યા હતા ત્યાં પઘાર્યા અને પોતાને વઢવાણ જવાનું છે તે જણાવી શ્રી લલ્લુજી પ્રત્યે ઠપકો દેતાં બોલ્યા, તમે જ અમારી પાછળ પડ્યા છો; અમે જ્યાં જઈએ છીએ ત્યાં દોડ્યા આવો છો. અમારો કેડો મૂક્તા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org