________________
ઉપદેશામૃત
તા. ૩૦-૭-૩૪
કષાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કષાય તોફાન મચાવે છે, લેશ્યા બગાડે છે. માટે પહેલો પાઠ શીખવાનો છે. તે એ કે ‘ઘીરજ.' ઓહો ! એ તો હું જાણું છું, એમ નહીં કરવું. ઘીરજ, સમતા અને ક્ષમા—આ ત્રણનો અભ્યાસ વધારવો. રોગ કે વેદની ખમી ખૂંદવાનો અભ્યાસ કરવો.
૩૫૬
મેં તો આત્મા જાણ્યો નથી; પરંતુ પૂર્વના અનંત જ્ઞાનીઓએ તે આત્મા યથાતથ્ય જાણ્યો છે, તેવો જ તે આત્મા, જેનું મને શરણ છે એવા જ્ઞાની સદ્ગુરુ ભગવંતે યથાતથ્ય જાણ્યો છે, તે મારે માન્ય છે. તેવો જ સિદ્ધ સમાન મારો આત્મા શુદ્ધ છે. તે જ મારું સ્વરૂપ છે. તે જ મને પ્રાપ્ત હો! જ્ઞાનીને જે છે તે મને હો! આટલી અપૂર્વ વાત છે.
તા. ૧૭-૯-૩૪
ગુણાનુરાગી થાઓ મુખ્ય કરવાનું એ જ છે. આત્મા જોવાય તો જ ગુણાનુરાગી થવાય. દ્રષ્ટિ ફર્મે તેમ થવાય.
“પ્રભુ, પ્રભુ લય લાગી નહીં'’
“હે જીવ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાક્રા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.''
કૂતરાંને લાકડીનો માર પડે છે તો પછી ફરી આવતાં નથી તેમ કર્મના ઉપર જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થાય તો જે કર્મ આવ્યાં છે તે ભાગી જવા માટે, ફરી આવવાનાં નથી.
તા. ૯-૧૦-૩૪
જીવને સત્સંગનું માહાત્મ્ય લાગ્યું નથી, સામાન્યપણું થઈ ગયું છે. ઓળખાણ થઈ નથી. કોઈ કહે કે આ અહીંથી ગયા તે તો રાજા હતા, ત્યારે આશ્ચર્ય પામી પૂછે કે હેં ! શું રાજા હતા ? પાછળથી તેનો પસ્તાવો કરે. તેમ જ્ઞાનીને અને સત્સંગને જીવે યથાર્થ ઓળખ્યા નથી. પાછળથી પસ્તાય છે.
સત્સંગમાં શું થાય છે? આત્મા જાણ્યો છે એવા, આત્મામાં રમણ કરતા જ્ઞાની—તેનાં દર્શન કે સમાગમનો જોગ. એ મળવો ઘણો દુર્લભ છે !
‘એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે !'
જોગ મળ્યે પણ ઓળખાણ થાય તો જ અપૂર્વ ભાવ આવે છે. અપૂર્વ ભાવ આવ્યે જ કલ્યાણ થાય છે.
સત્સંગમાં આત્માના ભાવ છે તે વિશુદ્ધતા પામે છે. ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આત્મભાવ જીવે જાણ્યો નથી. સંકલ્પ-વિકલ્પે જ જીવનું ભૂંડું કર્યું છે. સંકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org