________________
ઉપદેશસંગ્રહ-૩
૩૫૫ યોગ્યતા એટલે પરિણામ–પરિણમ્પ જ યોગ્યતા કહી છે. ખીચડી ચઢીને તૈયાર થઈ, તેમ પરિણમ્પ જ યોગ્યતા થઈ, ત્યાં સુધી કચાશ છે.
મુમુક્ષુ–પરિણમય કેમ ?
પ્રભુશ્રી–વૃષ્ટિ ફર્યો. સમકિતીની દ્રષ્ટિ ફરી છે. આ નાના, મોટા, વાણિયા, બ્રાહ્મણ, બાઈ, ભાઈ આદિ દેખાય છે, પણ દ્રષ્ટિ ફરી છે તેને આત્મા દેખાય છે કે આ તો આત્મા છે. તે બધાથી ન્યારો છે. એમ દ્રષ્ટિ ફરી આત્મામાં પરિણામ થયાં છે. ખાતાં-પીતાં, હરતાં-ફરતાં જ્યાં નજર પડે ત્યાં આત્મા પ્રથમ દેખાય છે. એમ દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. એટલે પછી પરિણામ થયે જ છૂટકો છે. વ્યાધિ આવે, રોગ આવે, મરણ આવે તો પણ સમકિતીને મહોત્સવ છે.
તા. ૧-૭૩૪ “જગત આત્મારૂપ જોવામાં આવે.”—ષ્ટિ ફરે તો વિકારનાં સ્થાનોમાં વૈરાગ્ય થાય. સ્વચ્છેદ અને પ્રમાદ આડાં આવે છે.
*
તા. ૩૪ સૌ પરમાં પરિણમીને બેઠા છે. આત્મામાં પરિણમે જ છૂટકો છે. ઉદાસીનતા-સમતા-રાગદ્વેષરહિત પરિણતિ તે આત્માની છે.
આ કાળો છે, આ ગોરો છે; આ નાનો છે, આ મોટો છે; આ શત્રુ છે, આ મિત્ર છે— એમ બાહ્ય દ્રષ્ટિ છે. તે પલટાવી આ મારો સાક્ષાત્ આત્મા, આ ય મારો સાક્ષાત્ આત્મા–એમ બઘામાં આત્મા ક્યારે જોશો ?
આત્મા જોવાની જ્ઞાની પાસેથી દ્રષ્ટિ મળે તો જ રાગ-દ્વેષ મટે.
જેમાં હોય તેમાં હું અને મારાપણું થઈ ગયું છે તે જ મિથ્યાત્વ. કદાચ કોઈ ઉપર ઉપરથી આ દેહાદિ મારાં નથી એમ કહે; તો પણ મારું શું છે તે જાણ્યું છે? મારું જે છે તે આત્મસ્વરૂપ યથાર્થ તો જ્ઞાનીએ જ જાણ્યું છે. માટે તે જ્ઞાનીની શ્રદ્ધાએ આત્મા જોવાની દ્રષ્ટિ કરો. વૃષ્ટિ ઝેરમય છે, તત્ત્વ તરફ કરો.
તા. ૨૯-૭૩૪ જ્ઞાની પાસેથી દ્રવ્ય પણ શીલ એટલે બ્રહ્મચર્યવ્રત આવ્યું છે તેને સમકિત થવાનું કારણ છે. સત્ અને શીલ જેની પાસે છે તેને સમકિત અવશ્ય થશે. સમકિત નથી થયું ત્યાં સુધી તેને માટે જ ઝૂરવું. તેની જ ઇચ્છા, વાંછા રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org