________________
ઉપદેશામૃત
જ્ઞાની ઉદયને વેદે છે ત્યાં કર્મ ખપાવે છે; અજ્ઞાની કર્મ વધારે છે.
૩૫૪
સુરત, તા. ૧૮-૬-૩૪
મનુષ્યભવ બહુ દુર્લભ છે. સત્ અને શીલ એ મુખ્ય છે. બાધા લીધી હોય છતાં મનથી સાચવવાનું છે. મનને મારી નાખવું, ઘક્કો મારી મારી નાખવું. કલ્પના છે. હાડકાં, માંસ, લોહી, પરુ આદિ ચામડામાં રાચવા જેવું શું છે ? આ બધું દેખાય છે તે કંઈ આત્મા છે ? વિશ્વાસ રાખવો. શ્રદ્ધા રાખવી. એમાં ચમત્કાર છે ! દેખાય છે તે બધું જડ છે. જોનાર આત્મા જુદો છે. તેના ઉપર દૃષ્ટિ કરો.
પર્યાય જોવામાં આવે છે, તે જડ છે. જડને દ્રવ્ય, ગુણ, પર્યાય છે. આત્માને પણ દ્રવ્ય, ગુણ, પર્યાય છે. આત્માના સ્વપર્યાય અને જડના ૫૨૫ર્યાય છે. પરપર્યાયમાંથી આત્મા ઉપર દૃષ્ટિ કરવી છે. વારંવાર એને સંભારવો.
જગતમાં દેખાય છે તેને જડ જોવું, પુદ્ગલ જોવું—તેના પર્યાય જાણવા. પુદ્ગલને પુદ્ગલ જોવાથી આત્મા ઉપર દૃષ્ટિ થશે. પુદ્ગલ એ આત્મા નથી; પુદ્ગલ એ પોતાનું નથી.
આત્માનું જ રટણ અહોનિશ નિરંતર રાખવું.
“પરિણતિ સબ જીવનકી, તીન ભાત બરની; એક પુણ્ય, એક પાપ, એક રાગ-હરણી.’
શુભ પિરણિત, અશુભ પરિણતિ અને શુદ્ધ પરિણતિ. વીતરાગ પરિણતિમાં આવવું જોઈએ.
66
તા. ૩૦-૬-૩૪
એક વખત વાંચી, પછી યાદ રહેલું વિસ્તારથી કહી જવું. એવો અભ્યાસ પાડવો. એ સ્વાધ્યાય છે. એ તપ છે. એથી વાક્યલબ્ધિ વધે છે.
સમ્યગ્દષ્ટિ વ્રત કરે તે જ વ્રત મિથ્યાવૃષ્ટિ કરે છે. પહેલાને નિર્જરા થાય છે; બીજાને બંધ થાય છે.
""
સમ્યગ્દષ્ટિ એવું શું કરે છે ?
સમ્યગ્દષ્ટિ અવળાનું સવળું કરી દે છે.
યોગ્યતાની કચાશ છે. સૌથી પ્રથમ, માર્ગના જાણનાર એવા જ્ઞાનીના સમાગમે શ્રદ્ધા પ્રતીતિ કરો.
Jain Education International
નવ પૂર્વ ભણ્યો તો પણ મિથ્યાત્વ. ત્યારે સમ્યદૃષ્ટિમાં એવું વધારે શું છે ? સમ્યગ્દષ્ટિ આત્મામાં પરિણમ્યા છે; મિથ્યાત્વી પરિણમ્યા નથી, પરમાં પરિણમ્યા છે— બોલવા માત્ર જ્ઞાન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org