________________
ઉપદેશસંગ્રહ-૩
૩૫૩ અજ્ઞાનીને વ્યાધિ કે રોગ થઈ આવે ત્યારે હું માંદો છું, મરી જાઉં છું, દુઃખી થાઉં છું એમ ગભરાઈ જાય છે; અને સમકિતીને વ્યાધિ કે દુઃખ થાય છે ત્યારે આ રોગાદિ દેહમાં થાય છે, તેને હું તો જાણનાર માત્ર તેનાથી જુદો છું એમ જ્ઞાતા-દ્રષ્ટા રહે છે.
સુરત, તા.૧૩-૬-૩૪ સદ્ગુરુ એટલે શું ? “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય.” આત્મજ્ઞાન શાથી થાય? આત્મજ્ઞાનીના પરિચયથી. સત્સંગ, સદ્ગોઘની કચાશ છે. સાચાની શ્રદ્ધા થઈ તે વ્યવહાર સમકિત છે.
“જગતજીવ હે કર્માઘીના.' સૌ કોઈ ઉદય વેદે છે. ભરતજી તથા ગાંઘીજી બન્નેને ઉદય હતો. પરંતુ સમતા–સમતિ છે તેનો ઉદય નવીન બંઘનો હેતુ નથી; બીજાનો ઉદય સંસાર વધારનાર છે.
પરિણામ, ભાવ એ આપણી પાસે હાલ મૂડી છે. તે શુદ્ધતા પામે તેવાં નિમિત્તો સત્સંગ, સદ્ગોઘ આરાઘવાં.
સમકિતથી મોક્ષ છે; બાહ્યચારિત્રથી મોક્ષ નથી.
સુરત, તા. ૧૪-૬-૩૪ મોક્ષ એટલે શું ? બંઘથી છૂટવું તે મોક્ષ. સત્સંગ, સદ્ગોઘથી વસ્તુની ઓળખાણ થાય છે. જડ-ચેતનની વહેંચણી કરવી જોઈએ. પુરુષનો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ એ એકડો છે.
અસગુરુથી આખું જગત સંસારસમુદ્રમાં ડૂળ્યું છે. મતમતાંતર-આગ્રહરહિત “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું' એવા જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની શ્રદ્ધા એ જ જડ-ચેતનની ઓળખાણ કરાવશે. પછી જડને ચેતન નહીં માને અને ચેતનને જડ નહીં માને.
અનંતાનુબંઘી શાથી ટળે ?
જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોઘ, માન, માયા, લોભ ઘટવાનો પ્રકાર બનવા યોગ્ય છે. સૂર્ય ઊગે ત્યાં અંધારું નામે છે. તેમ જ્ઞાની પુરુષનો સમાગમ, ઓળખાણ એ અનંતાનુબંધી ટળવાનો ઉપાય છે.
બાપનો કૂવો માટે બૂડી મરાય નહીં. તેમ બાપદાદાએ માન્યો તે મારો ઘર્મ, તે મારા ગુરુ એવો આગ્રહ તે અનંતાનુબંધી. આત્મા શ્વેતાંબર નથી, દિગંબર નથી, વૈષ્ણવ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, વૃદ્ધ નથી, યુવાન નથી. આમ પર્યાયવૃષ્ટિ દૂર કરી, હું આત્મા છું–જ્ઞાની એવા સદ્ગુરુએ જાણ્યો તેવો, એમ આત્મા ભણી નજર ક્યારે કરશો ?
ચેતન છે તે નિર્વિકલ્પ છે. પણ હાલ કલ્પનાના કોથળા સહિત છે. નિર્વિકલ્પ દશા લાવવા સત્સંગ, સદ્ગોઘ નિરંતર સેવવા યોગ્ય છે.
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org