________________
૩૫ ૨
ઉપદેશામૃત દુઃખમૂલ.” તે પોતે બૂડે છે, બીજાને બુડાડે છે. સ્નાનાદિકમાં ઘર્મ નથી. બિલાડીનાં બચ્ચાં ઘાણીમાં પિલાઈ ગયાં હતાં તેમ દેખાદેખી ઘર્મ કરવા જતાં અઘર્મ જ થાય છે.
શીલ છે તે મહા તપ છે. જેને શીલવ્રત આવ્યું છે તે સંસારસમુદ્રને કાંઠે આવ્યા છે. સત્ય, શીલ, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છે.
મુમુક્ષુ–મોક્ષ એટલે શું? પ્રભુશ્રી–મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે. મુમુક્ષુ–સપુરુષ એટલે શું? પ્રભુશ્રી–સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.
આત્મામાં પરિણમે મોક્ષ છે. વાણિયો-પાટીદાર, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ આદિરૂપે પરિણમી અહીં બેઠા છો તે બધેથી ઊઠી, એક આત્મા છું એમ, કહેવા માત્ર નહીં પણ પરિણામ પામે ત્યારે મોક્ષ. વૃત્તિ બધામાંથી ઉઠાવી આત્મામાં વાળવી. આત્મામાં પરિણમ્યા છે એવા જ્ઞાનીની શ્રદ્ધા તે સમકિત છે; એ મોક્ષનું બીજ.
૧. એક બાઈ દરરોજ સવારમાં વહેલી ઊઠી નદીએ નાહવા જતી. ત્યારે રસ્તામાં ભજન બોલતી બોલતી જતી.
એક દિવસ કોઈ વહોરાને અગત્યનું કામ હોવાથી વહેલા ઊઠવાની ઇચ્છા હતી. તેવામાં પેલી બાઈ ભજન ગાતી ગાતી તેના ઘર પાસેથી બહુ વહેલી નીકળી. તે સાંભળી તેણે જાણ્યું કે સવાર થઈ ગયું હશે, એટલે વહેલો વહેલો ઊઠ્યો. ઉતાવળમાં ને ઉતાવળમાં જોયા વિના ઘાણીમાં તલ નાખ્યા ને ઘાણી જોડી. ઘાણીના ખાડામાં રાત્રે બિલાડી વિયાયેલી તેની તેને ખબર નહીં એટલે તલ સાથે બિલાડીનાં બચ્ચાં પણ પિલાઈ ગયાં. તેલ બધું લોહીવાળું રાતું રાતું થઈ ગયું. પણ અંધારામાં એને કંઈ ખબર ન પડી, એણે તો તેલ ભરી દીધું ડબામાં.
પછી સવારે પેલી બાઈ નદીએ નાહીને આવી. આવીને માથું ઓળવા બેઠી. ઓળતાં ઓળતાં વાળમાંથી નાના માછલાં નીકળ્યાં. તે જોઈ તેને થયું કે આજે તો બહુ પાપ થયું, માટે લાવ કોઈ જ્ઞાની ગુરુ પાસે જઈને જણાવું અને પ્રાયશ્ચિત્ત લઉં. તેથી એક જ્ઞાની મુનિ પાસે જઈ તેણે તે વાત જણાવી.
મુનિએ જ્ઞાનથી જાણ્યું કે એને આટલું જ પાપ નથી લાગ્યું, પણ બીજાં વધારે પાપ પણ લાગ્યું છે. તેથી તે બાઈને કહ્યું કે અમુક વહોરાને ત્યાંથી બે પૈસાનું તલનું તાજું તેલ લઈ આવો. એટલે તે બાઈ પેલા વહોરાને ત્યાં ગઈ. વહોરે રાત્રે પીલેલું તેલ ડબામાંથી કાઢ્યું કે લાલ દીઠું. તેથી બોલ્યો કે કોઈ રાંડ વહેલી ઊઠીને બોલતી બોલતી જતી હતી તેથી સવાર થઈ ગયું હશે એમ જાણી મેં ઉતાવળમાં જોયા વગર ઘાણી જોડી, કંઈક પિલાઈ ગયું લાગે છે. એમ કહી ખોળ તપાસ્યો તો હાડકાં દેખાયાં, પાસે બિલાડી બેઠી બેઠી રોતી હતી. એટલે વહોરો અફસોસથી બોલ્યો “અરર ! આ બિચારી બિલાડીનાં બચ્ચાં પિલાઈ ગયાં !”
પેલી બાઈ સમજી ગઈ કે મને આ પાપ પણ લાગ્યું છે. તેથી મુનિ પાસે જઈ વહોરાએ કહેલી બધી વાત જણાવી અને એનું પણ પ્રાયશ્ચિત્ત માગ્યું. મુનિએ દયા લાવી પ્રાયશ્ચિત્ત બતાવી કહ્યું કે આવા સ્નાનમાં ઘર્મ નથી. મહાભારતમાં પણ કહ્યું છે કે :
"आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा दयोर्मिः ।
तत्राभिषेकं कु पाण्डुपुत्र न वारिणा शुद्ध्यति चान्तरात्मा ।।" -સંયમરૂપી જલથી ભરપૂર, સત્યમય પ્રવાહવાળી, શીલરૂપ કાંઠાવાળી, દયારૂપી મોજાંઓથી રમ્ય એવી આત્મારૂપ નદી છે તેમાં હે પાંડુપુત્ર (યુધિષ્ઠિર), તું સ્નાન કર; બાકી પાણીથી તો આત્માની અંતરશુદ્ધિ થાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org